લુહાર જ્ઞાતિની વાડી ખાતે મળેલી એરિયા મિટિંગમાં જુદા જુદા મુદ્દે ચર્ચા
રાજુલામાં રાજુલા-જાફરાબાદ-ખાંભા-સાવરકુંડલાના લુહાર-સુથાર જ્ઞાતિના લોકોની એક વિશાળ મિટિંગ રાજુલામાં આવેલ લુહાર જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવેલ હતી. જેમાં ગુજરાત સરકાર દ્વારા લુહાર-સુથાર જ્ઞાતિને ઓબીસીમાંથી બહાર કાઢવા માંગતી હોય તે સામે આગામી દિવસોમાં કાર્યક્રમની રણનીતિ નકકી કરવા માટે સમગ્ર એરિયાના આગેવાનો, યુવાનો, ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ થોડા દિવસ પહેલા જ આ અંગે રાજુલાના યુવાનો દ્વારા આ અંગે આવેદનપત્ર પણ પાઠવવામાં આવેલ હતું. ગુજરાતની ભાજપ સરકાર સામે હવે પટેલો, દલિતો બાદમાં લુહાર-સુથાર જ્ઞાતિએ પણ આંદોલનનું રણશીંગુ ફુંકતા ભાજપ સામે દિનપ્રતિદિન વિરોધમાં જ્ઞાતિઓનો વધારો થઈ રહેલ છે.
આ અંગે રાજુલાના વિનુભાઈ (શ્રીરામ) દ્વારા જણાવવામાં આવેલ છેકે, આગામી સમયમાં જો સરકાર લુહાર-સુથાર જ્ઞાતિને ઓબીસીમાંથી કાઢવા માંગશે તો આંદોલન કરવામાં આવે છે. આ યોજાયેલ મીટીંગમાં અમૃતભાઈ મકવાણા, વિનુભાઈ મગનભાઈ (શ્રીરામ), વિનુભાઈ વિઠ્ઠલભાઈ, મનુભાઈ કાળુભાઈ, પ્રવિણ હિમતભાઈ, કનુભાઈ હકાભાઈ, જગુભાઈ કાળુભાઈ, ભાવદાસબાપુ, વસંતભાઈ ઘનશ્યામભાઈ મનુભાઈ ભગવાનભાઈ (જાફરાબાદ ટ્રસ્ટી), સાવરકુંડલાના ટ્રસ્ટીઓ ખાંભાના ટ્રસ્ટીઓ તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં યુવાનો, આગેવાનો આ મીટીંગમાં જોડાયેલ હતા. તેમ વિનુભાઈ (શ્રીરામ)ની યાદીમાં જણાવેલ છે.