ફૂંકવા માટે ડાબો શંખ અને પુજા કે અભિષેક માટે જમણો શંખ વપરાય છે: વૈજ્ઞાનિક રીતે ફકત સ્ટ્રોમ્બિડી કૂળનાં અને સ્ટ્રોમ્બસ ગોત્રનાં સભ્યોને જ સાચા શંખ ગણવામાં આવે છે પરંતુ સામાન્ય બોલીમાં અને ગુજરાતીમાં આપણે આ આકારનાં બધાને શંખ તરીકે ઓળખીય છીએ

આજે શિવરાત્રી છે. શિવાલયમાં મહાદેવની પૂજા-અર્ચના આરાધના છે ચાર પ્રહરની પૂજા થશે. ભગવાન શંકર સાથે શંખ, ડમરૂ, ત્રિશુલ અને સાપ-ચંદ્રમા જોવા મળે છે. જેમ પૂજા શરૂ કરતાં પહેલા શંખ ફૂંકાય છે, તેજ રીતે આરતી પહેલા પણ ફૂંકાય છે. આના પાછળનો હેતુ એ છે કે દેવની ચૈતન્યને ટકાવી રાખવી. પૂજાવિધિની જગ્યા તરફ આકર્ષિત થઈ અને સાત્વિકઆવીર્તનને કારણે ઉત્પન્ન થયેલ શુધ્ધ વાતાવરણ લાંબા ગાળા સુધી જાય. શંખનાદથક્ષ પૂજા સ્થળ આસપાસ ચૈતન્ય (દેવીચેતના)ની રક્ષણાત્મક કવચની રચના થાય છે. બીજો ફાયદો એ પણ છે કે તેજ સમયે શંખનાદથી બ્રહ્માંડમાં ભગવાન વિષ્ણુની સક્રિય એનર્જી ફેલાવે છે. સૌ પૂજા સ્થળ તરફ આકર્ષિત થાય છે. જે શંખ ફૂંકનાર ઉપરાંત સાંભળનારને પણ ફાયદો કરાવે છે. શંખ દરિયામાંથી થતુ એક જળચર પ્રાણી છે. ખારા પાણીમાં રહેતા એક પ્રકારનાં પ્રાણીનું રક્ષણાત્મક કવચ છે. પ્રાણીશાસ્ત્રના વર્ગિકરણ પ્રમાણે તેનો મૃદુકાળ વર્ગમાં સમાવેશ થાય છે. શંખ અનેક પ્રકારનાં જોવા મળે છે. જે નાના કે મોટા કદના દરિયાઈ ગોકળગાયનો એક પ્રકાર છે. વૈજ્ઞાનિક રીતે ફકત સ્ટ્રોમ્બિડી કૂળનાં અને સ્ટ્રોમ્બસ ગોત્રનાં સભ્યોને જ સાચા શંખ ગણવામાં આવે છે. પરંતુ સામાન્ય બોલીમાં અને ગુજરાતીમાં આપણે આ આકારનાં બધાને શંખ તરીકે ઓળખીય છીએ. અનેક સંસ્કૃતિમાં શંખને ચિત્રકળામાં વિવિધ રીતે ઉપયોગમાં લેવાતો વર્ણવાયો છે.જેમકે પાત્ર તરીકે, યોધ્ધાઓનાં હાથના પંજાની ઢાલ તરીકે, વાદ્યરૂપે વિગેરે તો એક બાજુ પ્રવાસન સ્થળે શંખ-છિપમાંથી વિવિધ પ્રકારનાં ઝુમ્મરો, પેન હોલ્ડર, તકતીઓ, તકિતઓ, શંખઉપર નામ કોતરવું, અક્ષરો લખવા કે શો પીસ કે કિચેઈન તરીકે વેચાતા જોવા મળે છે.

5 mukhi shankh hind home original imaf52gs7gsk9zse

હિન્દુ ધર્મમાં શંખનું અલાયદુ સ્થાન છે. તેની પૂજા સામગ્રીમાં શંખનો સમાવેશ થાય છે. ઘર કે મંદિરનાં દ્વાર ખોલતા શંખનાદ કરાય છે. પૂજામાં રાખવામાં આવતા શંખ ઘણીવાર સોના કે ચાંદીથી મૈને સુશોભિત કરાય છે. ભગવાનનાં અભિષેકમાં પણ શંખ વપરાય છે.

પૂરાણોમાં અને ખાસ કરીને શ્રીમદ ભાગવતમાં યુધ્ધ દરમ્યાન શંખનો વાદ્ય તરીકે અને ઘોષણા કરવા માટે ઉપયોગ થયાનું વારંવાર વર્ણન જોવા મળે છે. હિન્દુદેવતા ભગવાન વિષ્ણુના ચતુર્ભૂજ સ્વરૂપમાં શંખ તેમના હાથમાં વર્ણવવામાં આવે છે. મહાભારતનાવિવિધ પાત્રોમાં શંખના જુદાજુદા નામોનું વર્ણન ભગવદ્ગીતાનાં પહેલા અધ્યાયમાં જોવા મળે છે. જેમાં કૃષ્ણનો પંજન્ય, અર્જુનનો દેવદત્ત અને ભીમનો પ્રૌડ શંખ છે.

શંખ એક સંખ્યાને પણ રજૂ કરે છે. જેમાં એકસો ઝીલીયન કહે છે, જેમાં ૧૫ થી ૧૭મીંડા આવે છે. ભારતીય પૂરાણ કથામાં શંખ એ સંપત્તિના દેવ કુબેર દ્વારા પકડેલા નવ ખજાનામાંથી એકને આપેલ નામ છે. ત્યાં કુબેરનો એક પરિચય છે જેને શંખનિધિ પણ કહેવાય છે.

સમુદ્ર મંથનનાં સમયે મળેલ ૧૪ રત્નોમાંથી એક શંખની ઉત્પતિ છઠ્ઠા નંબરે થઈ શંખમાં પણ અદભૂત ગૂણ છે જે બીજા તેર રત્નોમાં છે. એના નાદમાંથી ‘ઓમ’ નિકળે છે. આથી શંખ વગાડતી વખતે તેનો ધ્વનિ જયાં સુધી જાય ત્યાં સુધીની નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જાય છે. વૈજ્ઞાનિક પણ આ વાતને સ્વીકારતા કહે છે કે શંખનાદથી વાયુમંડળના ખૂબ નાના વિષાણું નષ્ટ થઈ જાય છે, જે માનવ જીવન માટે ઘાતક હોય છે. વૈદિક માન્યતા મુજબ શંખને વગાડવું ખાસ લાભદાયક છે. શુભકાર્ય કરતી વખતે શંખનાદથી શુભતાનો ખૂબ સંચાર થાય છે. જયાં સુધી તેનો અવાજ પહોચે ત્યાં સાંભળનારને ઈશ્ર્વરનું સ્મરણ થાય છે. સ્વાસ્થ્યની નજરે શંખવગાડવો લાભ દાયક્છે. તે નવી ઘોણાનું પ્રતિક છે. તો શ્ર્વાસ સંબંધીત રોગોને પણ તે સમાપ્ત કરે છે. તેમાંથી નિકળતો ‘ઓમ’નો નાદ માનસિક રોગોની નિવૃત્તિ કરીને કુંડલિની ઉર્જાને જાગૃત કરે છે. તેનાથી આસપાસનું વાતાવરણ શુધ્ધ થાય છે. હૃદયરોગ, બ્લડપ્રેસર, શ્ર્વાસના રોગોમાં શંખ વગાડવો પરમ શુભ ગણાય છે. એના નાદથી બહારની અસુરી શકિત ઘરમાં નથી આવત. શંખને ઘરમાં રાખવાથી કે વગાડવાથી વાસ્તુ દોષ ખત્મ થઈ જાય છે. શંખને પૂજા ઘરમાં રખાય છે. અને પૂજા સિવાય પીળા કપડાની અંદર રખાય છે. જોકે શંખથી ભગવાનનેક પાણી ન ચડાવવું જોઈએ પૂજામાં રાખતી વખતે તેનું મોઢુ આપણી તરફ રાખવું જરૂરી છે. શંખનાદ ભર્ભવતી સ્ત્રીઓ ન કરવો કારણ કે શંખના ધ્વનિથી અવયવો પર દબાણ થતું હોવાથી નુકશાન થઈ શકે.

ઘણી બિમારીઓની સારવાર માટે શંખનો ઉપયોગ આયુર્વેદના ઔષધિમાં થાય છે. શંખભસ્મ જેમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ હોય છે, તે એન્ટાસિડ અને પાચક ગુણ ધર્મ ધરાવે છે. વાતાવરણમાં સત્ય, રજ અને તમ એમ ત્રણ પ્રકારની ફિકવન્સીઝ છે. શંખનાદને કારણે પોઝિટીવીટી પ્રસરે છે. આમ સત્વ તત્વ આ વર્તનનો પ્રવાહ રોકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.