સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને મેડિકલ કેરની શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સન્માનીત કરાયાં
ફાધર ડો. જોમોન થોમાંના ક્રાઇસ્ટ હોસ્પિટલના છેલ્લા આઠ વર્ષથી ડાયરેકટર હતા અને અત્યારે ક્રાઇસ્ટ હોસ્પિટલના ચીફ મેનેજીંગ ટ્રસ્ટી છે ઉપરાંત ક્રાઇસ્ટ કેમ્પસના ડાયરેકટર પણ છે. તેઓના માર્ગદર્શન નીચે ક્રાઇસ્ટ હોસ્પિટલ ગુજરાતની સૌ પ્રથમ કોવિડ 19 પ્રાઇવેટ હોસ્પિટલ તરીકે ઓળખાતી હતી. ક્રાઇસ્ટ હોસ્5િટલ સરકાર સાથે એમ.ઓ.યુ. કરીને કોરોનાની સારવાર બે મહિના માટે તદ્દન ફ્રીમાં પુરી પાડી હતી. આવી રીતે ગુજરાત સરકાર સાથે ફ્રી કોરોનાની સારવાર માટે એમઓયુ સાઇન કરવા ગુજરાત રાજયની સૌપ્રથમ હોસ્પિટલ બની હતી. નોંધણીય બાબત એ પણ છે કે જે સમયે ફાધર ડો. જોમોન થોમાંના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો તે સમયે તમામ જગ્યાએ ખુબ જ કટોકટીનીની સ્થિતિ ઉત્પન્ન થઇ હતી અને બીજી કોઇપણ હોસ્પિટલે કોરોનાની સારવાર હજુ ચાલુ કરી નહોતી. ફાધર ડો. જોમોન થોમાંના દ્વારા ક્રાઇસ્ટ હોસ્પિટલ મારફત સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા માટે સર્વ શ્રેષ્ઠ મેડિકલ કેર અને સુવિધાની સગવડતા પૂરી પાડવામાં આવી છે.
પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ દ્વારા એવા લોકોનું સન્માન કરવામાં આવે છે કે જેઓ સોસાયટીઅને અને પોતાના દેશનું ડેવલોપમેન્ટ કરવામાં એકદમ શ્રેષ્ઠ યોગદાન આપે છે. આ વર્ષે ફાધર ડો. જોમોન થોમાંનાના સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે મેડીકલ કેરની શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરવા બદલ અને ક્રાઇસ્ટ હોસ્પિટલને ગુજરાત રાજયની સૌપ્રથમ કોવિડ 19 હોસ્પિટલ તરીકે ડેવલોપ કરવા બદલ નાયબ મુખ્યમંત્રી નીનીતભાઇ પટેલ દ્વારા પ્રાઇડ ઓફ ગુજરાતનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના નામાંકિત વ્યકિતઓ અને વિવિધ હોદેદારો પણ હાજર રહ્યા હતા.
ફાધર ડો. જોમોન થોમાંના એ આ એવોર્ડ ક્રાઇસ્ટ હોસ્પિટલના તમામ ડોકટર, સ્ટાફ અને મેનેજમેન્ટ ટીમને અર્પણ કરેલ છે. તેઓ આ એવોર્ડ રાજકોટ ડાઇઓસીસના બિશોપ જોશ ચિત્તપરંબિલ ને પણ અર્પણ કરે છે અને જણાવે છે કે આ એવોર્ડ તમામનું પ્રોત્સાહન વધારશે.