મુંઝવણમાં માર્ગદર્શન કાર્યક્રમનો બીજો ભાગ 13મીએ

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તા.11ને ગુરૂવારે શિક્ષક સલાહકારની ભૂમિકામાં વિષય પર ઓનલાઇન માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું છે.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ શિક્ષણ ઉપરાંત અનેક સામાજીક, સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા સમાજને મદદરુપ થવા હંમેશા તત્પરતા દાખવે છે. કોરોનાકાળ, લોકડાઉન, ઓનલાઇન અભ્યાસ અને ત્યારબાદ હવે ફિઝીકલ શાળાઓ શરૂ થયા બાદ શાળાઓમાં પરિક્ષાનો માહોલ વિદ્યાર્થીઓ માટે ખુબ કસોટી ભર્યો અને પડકારરુપ રહ્યો છે. તેમનામાંથી ઘણા વિદ્યાર્થીઓ મનોવૈજ્ઞાનિક પ્રશ્નોનો સામનો કરી રહ્યા હશે. તેમનું યોગ્ય કાઉન્સેલીંગ તેમના શિક્ષકો જ કરી શકે. શિક્ષકની વિદ્યાર્થીઓ સાથે એક સલાહકાર તરીકેની ભૂમિકા કેવી હોવી જોઈએ તે વિષય ઉપર પ્રકાશ પાડવા માટે એસએફેસના  સંવાદના માધ્યમથી સૌરાષ્ટ્ર  યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના હેડ ડો. યોગેશ જોગસણ દ્વારા  તા. 11 માર્ચને ગુરુવારના રોજ સવારે 11 થી 12:30 કલાકે અને બીજો ભાગમાં 13 માર્ચ શનિવારના રોજ સાંજે 6 થી 7:30 કલાકે ઓનલાઈન સંવાદ યોજવામાં આવશે.

રાજકોટ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી.વી. મહેતા કહે છે કે, પ્રવર્તમાન સમયમાં શિક્ષકની ભૂમિકા બદલાઈ રહી છે. વિદ્યાર્થીઓ કોરોનાના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. બદલાતા અને  માનસિક દબાણ ભર્યા વાતાવરણમાં બાળકને મુંજવતા અનેક પ્રશ્નો હશે અને એક શિક્ષક તેના સલાહકાર તરીકે તેના પ્રશ્નોને મનોવૈજ્ઞાનિક રીતે સમજી એક સારા કાઉન્સીલર તરીકે કેવો ભાગ ભજવી શકે તે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનની મદદથી  કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના ભાગ રુપે શિક્ષકોને એક સારા કાઉન્સીલર તરીકે વિદ્યાર્થીઓની મન:સ્થિતીને જાણીને તેમને કેવી રીતે માર્ગદર્શન પુરુ પાડવું તે અંગે જાણકારી આપવા માટે ડો.જોગસણને સંવાદ શ્રેણીમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. શિક્ષક સલાહકારની ભૂમિકા આ સંવાદ શ્રેણી બે ભાગોમાં વિભાજીત કરવામાં આવી છે. સંવાદનો પ્ર્થમ ભાગ 11 માર્ચ તથા બીજો ભાગ 13 માર્ચના રોજ રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસીએશનની યુ-ટયુબ ચેનલ અને ફેસબુક પેઇજ પરથી પ્રસારીત કરવામાં આવશે.

આ સંવાદના નિષ્ણાત ડો. યોગેશ જોગસણ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે.

આ સંવાદનો લાભ લેવા  ડી.વી.મહેતા સર્વે વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખાસ કરીને શિક્ષકોને ઈજન કરે છે. આ જઋજ સંવાદના સફળ આયોજનમાં રાજય મહામંડળના પ્રમુખ  ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, રાજકોટ જીલ્લાના પ્રમુખ  ડી. વી. મહેતા, સહિતના હોદેદારો કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.