કપડાને ઝડપી ધોવા માટે આજની મહિલાઓ વોશીંગ મશીનનો ઉપયોગ કરે છે. પરંતુ બધાજ કપડા સાથે નાખવાથી કપડામાં કલર છૂટતા બીજા કપડા પણ બગડવાનો ભય રહેતો હોય છે. કારણ કે આપણે વોશીંગ મશીનમાં જે ડિટરજન્ટનો ઉપયોગ કરીએ છીએ તે હાર્ડ હોય છે અવા તો તડકામાં કપડા સુકાવવાથી પણ તેનો રંગ જતો રહે છે. માટે લીલો, કાળો અથવા ઘેરા રંગના કપડાને અલગી ધોવાનું રાખો.સામાન્ય રીતે આપણે ડિટરજન્ટ પાઉડરમાં કપડા પલાળી રાખતા હોય પણ જો તેને બદલે તમે વિનેગરવાળા પાણીમાં કપડા બોળી રાખશો તો તેનો રંગ પણ નહી જાય અને કાપડ ચમકદાર પણ રહેશે. જો કોઇ વસ્ત્રો મુલાયમ હોય તો તેને તડકામાં ન સુકવવા જોઇએ. કપડા સુકવતા પહેલા તેને ઉલ્ટા કરીને દોરી પર નાખવાથી સીધો તાપ લાગતોની અને કપડા લાંબા સમય સુધી સારા રહે છે.આજકાલ તો કપડા સુકવવા માટેના સ્ટેન્ડ પણ બજારમાં ઉપલબ્ધ છે. જેને તમે ઘરમાં ગમે ત્યાં રાખી શકો છો અને તે કમફર્ટેબલ પણ છે.
શું તમે પાણ વોશીંગ મશીનમાં કપડા ધોવો છો..? તો જરૂર વાંચો
Previous Articleપ્રદુષણની અસર સામે રક્ષણ આપશે આ ખોરાક
Next Article તો આ કારણે કોન્ડોમને રંગીન બનાવાય છે