- વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશનથી સવા કલાક મોડી ઉપડશે
- રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં બ્લોકના કારણે
- આજથી 17 મી નવેમ્બર સુધી ટ્રેન રિ-શિડયુલ સમય મુજબ ચાલશે
લોકો બહારગામ આવવા અને જવા માટે ટ્રેનમાં મુસાફરી કરતાં હોય છે, ઘણા લોકો મુસાફરી માટે ટ્રેનનો ઉપયોગ કરતાં હોય છે તો આ નોંધ ટ્રેનમાં મુસાફરી કરતાં લોકો માટે છે કે વેરાવળ-રાજકોટ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશનથી સવા કલાક મોડી ઉપડશે.
અનુસાર માહિતી મુજબ, બ્લોકના કારણે વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેન વેરાવળ સ્ટેશનથી 1 કલાક 15 મિનિટ મોડી ઉપડશે. તેમજ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે 13 નવેમ્બરથી 17 નવેમ્બર દરમિયાન લેવામાં આવતા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલતી ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેનનું સમયપત્રક રિશિડ્યુલ કરવામાં આવ્યું છે. તેમજ આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય સાંજે 5 વાગ્યાના બદલે 1 કલાક 15 મિનિટ બાદ એટલે કે સાંજે 6-15 વાગ્યે ઉપડશે.
બ્લોકને કારણે ઉપરોક્ત ટ્રેન 13 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી રિશિડ્યુલ સમય મુજબ ચાલશે. આ દરમિયાન રૂટ પરના અન્ય સ્ટેશનો પર ટ્રેનના સમયમાં સમાન ફેરફાર કરવામાં આવશે. રેલવે પ્રશાસન મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે.
આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.