- ભારતીય રેલ્વેની મોટી યોજના, આ ટ્રેનોમાં 1000 કોચ વધારવામાં આવશે;
જો તમે ભારતીય ટ્રેનોમાં નિયમિત મુસાફરી કરો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. વાસ્તવમાં ભારતીય રેલ્વેની ટ્રેનોમાં 1000 નવા જનરલ કોચ જોડવામાં આવશે. જેનો લાભ દરરોજ 1 લાખ મુસાફરોને મળશે. .
અનુસાર માહિતી મુજબ, પૂર્વ સીમા રેલવે વિભાગ (NFR)ના અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે 36 ટ્રેનોમાં કુલ 276 નવા જનરલ કોચ લગાવ્યા છે. જેનાથી મુસાફરોને સરળતા રહે. આ સાથે જ સ્ટેશનને પણ અપગ્રેડ કરાયા છે. સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતને દેશભરમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે રેલવે વિભાગ આવનાર સમયમાં સ્લીપર વંદે ભારત શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત જનરલ ક્લાસના મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા માટે રોજ કુલ ચાલતી 370 ટ્રેનમાં કુલ 1000 જેટલા નવા જનરલ કોચ ઉમેરવામાં આવશે.
ઝોનની અંદર અને બહાર અવરજવરમાં સગવડતા રહેશે
રેલવે દ્વારા લેવામાં આવેલા પગલાથી જનરલ કોચમાં મુસાફરી કરતા લગભગ એક લાખ મુસાફરોને રાહત મળશે. તેમજ NFRના અધિકારીએ જણાવ્યું હતું કે, આમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. NFR એ પહેલાથી જ 276 જનરલ કોચ સાથે 36 ટ્રેન/69 રેક વધારી દીધા છે. આનાથી મુસાફરો તેમના ઝોનની અંદર અને બહાર વધુ સુવિધાજનક રીતે જઈ શકશે.
10,000 થી વધુ નોન-એસી કોચ સામેલ કરવાની યોજના
આ સિવાય આગામી 2 વર્ષમાં 10,000 થી વધુ નોન-એસી કોચ સામેલ કરવાની યોજના છે. તેમાં 6,000 થી વધુ જનરલ કોચ અને સ્લીપર ક્લાસ કોચ સામેલ છે.આ ઉપરાંત રેલવે દ્વારા લેવામાં આવેલા પગલાથી દરરોજ લગભગ 8 લાખ મુસાફરોને સુવિધા મળશે. તેમજ રેલવે દ્વારા તૈયાર કરવામાં આવતા LHB કોચ ખૂબ જ આરામદાયક અને સલામત છે. તેમણે કહ્યું કે LHB કોચ હળવા અને મજબૂત હોય છે. તેમજ અકસ્માતના કિસ્સામાં પણ તેઓ ઓછું નુકસાન પહોંચાડે છે.