- દિવાળી વેકેશન બાદ વિદ્યાર્થીઓ માટે કુલ 951 પાસ ઇસ્યુ કરાયા
- બે શિફટમા હજી સોમવાર સુધી ચાલુ રાખવામાં આવેલ છે.
- બહેનોને પાસ કાઢવા માટેની અલગ વ્યવસ્થા મળી રહી હતી.
જામનગર શાળા-કોલેજમાં દિવાળી વેકેશન પુર્ણ થયા પછી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. વેકેશન પછીનાં 11 દિવસ (તારીખ 18 થી 28)માં અનેક કન્સેશન પાસ માત્ર જામનગર નાં ST ડેપો માંથી જ કાઢવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થી પાસ (82.5 % ડિસ્કાઉન્ટ) નાં કુલ 619પાસ ( રકમ 3.02 લાખ) , વિદ્યાર્થીની પાસ (100 % ડિસ્કાઉન્ટનાં 332 પાસ (રકમ 21.69લાખ), આમ કુલ 951 પાસ ( રકમ 24.71 લાખ) ઇસ્યુ કરવામાં આવ્યા છે.
પાસ કાઉન્ટર સવારે 7 થી રાત્રે 7 બે શિફટમા હજી સોમવાર સુધી ચાલુ રાખવામાં આવેલ છે. ત્યારે વિદ્યાર્થીની પાસ માટે સ્કુલ કોલેજ ખુલ્યા બાદ એક અઠવાડિયું અલગ કાઉન્ટર ચાલુ રખાયાં હતા, જેથી બહેનોને પાસ કાઢવા માટેની અલગ વ્યવસ્થા મળી રહી હતી.
અનુસાર માહિતી મુજબ, જામનગર શાળા-કોલેજમાં દિવાળી વેકેશન પુર્ણ થયા પછી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. વેકેશન પછીનાં 11 દિવસમાં અનેક કનસેશન પાસ માત્ર જામનગર નાં ST ડેપો માંથી જ કાઢવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થી કુલ 951 પાસ ( રકમ 24.71 લાખ) ઇસ્યુ કરવામાં આવ્યા છે. તેમજ પાસ કાઉન્ટર સવારે 7 થી રાત્રે 7 બે શિફટમા હજી સોમવાર સુધી ચાલુ રાખવામાં આવનાર છે. ત્યારે વિદ્યાર્થીની પાસ માટે સ્કુલ કોલેજ ખુલ્યા બાદ એક અઠવાડિયું અલગ કાઉન્ટર ચાલુ રખાયાં હતા, જેથી બહેનોને પાસ કાઢવા માટેની અલગ વ્યવસ્થા મળી રહી હતી.
અહેવાલ : સાગર સંધાણી