આ સમારંભમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવાસનમંત્રી તેમજ ડિફેન્સ કોર્સીસના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહેશે
જીનિયસ ગ્રુપ ડિફેન્સ યુથ ફિએસ્ટા-૨૦૧૯
જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ દ્વારા ડીફેન્સ યુથ ફીએસ્ટા-૨૦૧૯નું પ્રદર્શન રેસકોર્સ મેદાન ખાતે રાજકોટની જનતા માટે કાલે ખુલ્લુ મુકવામાં આવનાર છે. આ પ્રદર્શનના ઉદઘાટન સમારંભમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવાસનમંત્રી ગણપતસિંહ વસાવા તેમજ ડિફેન્સ ફોર્સીસના ઉચ્ચ અધિકારીઓ હાજરી આપશે. તેમજ મહાનુભાવો દ્વારા સીલ્ફ ફાઈનાન્સ સ્કુલ એસોસીએશન દ્વારા આયોજીત પાક્રમ રેલીનું પણ પ્રસ્થાન કરાવાશે. જેમાં ૨૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાશે. તેમજ આયોજકો દ્વારા દેશવાસીઓ દ્વારા હિન્દુસ્તાન કે જવાનો કે નામ સંદેશ’ની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેમાં દેશવાસીઓ દ્વારા જવાનો માટે લખાયેલ પત્રો જવાનો સુધી પહોંચાડવા ડિફેન્સ ફોર્સને એકત્ર થયેલ તમામ સંદેશાઓ સુપ્રત કરાશે.
આ પ્રદર્શનના ઉદઘાટન સમારંભમાં મુખ્ય અતિથી સ્થાને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ રાજકોટના મેયર બીનાબેન આચાર્ય હાજરી આપશે. તેમજ ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઈન્ડીયન આર્મીના ૧૧ ઈન્ફન્ટરી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડીંગ, ગુજરાત એનસીસીના એડી. ડાયરેકટર જનરલ, આઈએનએસ વાલસુરાના કમાન્ડીંગ ઓફીસર, જામનગરએરફોર્સ સ્ટેશનના એર ઓફીસર કમાન્ડીંગ, બીએસએફ ગુજરાત ફ્રન્ટીઅર ઓફિસરના ઈન્સ્પેકટર જનરલ, ગુજરાતના પૂર્વ ડીઆઈજી પરમસિંહ ચૌહાણ, એનસીસી સૌરાષ્ટ્રના હેડ બ્રિગેડયર અજીતસિંહ શેખાવત તેમજ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ભાજપ મહિલા મોરચાના અંજલીબેન રૂપાણી, ભાજપ નેતા નિતીનભાઈ ભારદ્વાજ, રાજકોટ ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તેમજ અતિથી વિશેષ તરીકે રાજકોટના કલેકટર ડો.રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, કમિશનર ઓફ પોલીસ મનોજ અગ્રવાલ, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.નવીનભાઈ શેઠ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર નિતીનભાઈ પેથાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડીકેટ મેમ્બર ડો.મેહુલભાઈ રૂપાણી, બાન લેબ્સના એમ.ડી.મૌલેશભાઈ ઉકાણી, રોલેકસ ઈન્ડસ્ટ્રીઝ એમ.ડી.મનીષભાઈ મદેકા, સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ એસોસીએશન પ્રમુખ અજયભાઈ પટેલ, સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ એસોસીએશન ઉપપ્રમુખ ભરતભાઈ ગાજીપરા, સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ એસોસીએશન ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ એસોસીએશન ઉપપ્રમુખ ડો.ડી.કે.વડોદરીયા અને સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ એસોસીએશન સેક્રેટરી અવધેશભાઈ કાનગડ ખાસ હાજર રહી વિદ્યાર્થીઓ અને આયોજકોને પ્રોત્સાહિત કરશે.
આ ડિફેન્સ ફિએસ્ટામાં દેશવાસીઓ દ્વારાહિન્દુસ્તાન કે જવાનો કે નામ સંદેશનું ખાસ આયોજન કરાયું છે. જેમાં પુલવામા થયેલ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ડિફેન્સ ફોર્સના જવાનો માટે અને આતંકી હુમલામાં શહિદ થયેલ સૈનિકો માટે એક જુવાળ ઉભો થયેલો. આ સંદર્ભે ડિફેન્સ યુથ ફિએસ્ટામાં આયોજકો દ્વારા આ પ્રદર્શનની મુલાકાત લેનાર દેશવાસીઓ, આપણા દેશના જવાનો માટે જો કોઈ સંદેશ આપવા માંગતા હોય તો તેની ખાસ વ્યવસ્થા દેશવાસીઓ દ્વારા હિન્દુસ્તાન કે જવાનો કે નામ સંદેશ રાખવામાં આવેલ છે. જેમાં મુલાકાતીઓ સેનાના જવાનોને ઉદેશી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા માંગતા હોય કે તેમના બલિદાનો માટે તેમને બિરદાવવા માંગતા હોય તો તે શબ્દ સ્વરૂપે પત્રમાં લખી અહીં આપી શકશે. આ એકત્રિત પત્રો સૈન્યના અધિકારીઓને આયોજકો દ્વારા સુપ્રત કરાશે અને આ રીતે દેશવાસીઓની લાગણીઓને સૈન્યના જવાનો સુધી પહોંચાડવાનો એક ઉમદા પ્રયાસ આ પ્રદર્શનના માધ્યમથી કરાશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા, સીઈઓ ડિમ્પલબેન મહેતા, કેપ્ટન જયદેવ જોષી (રીટાયર્ડ), ગાર્ડી વિદ્યાપીઠના વાઈસ ચેરમેન કિરણ શાહના માર્ગદર્શનમાં ગાડી એન્જીનિયરીંગ વિભાગના પ્રિન્સીપાલ સિઘ્ધાર્થ જાડેજા તેમજ રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી જય મહેતા અને સુદીપ મહેતાની રાહબરીમાં કાજલ શુકલ, શ્રીકાંત તન્ના, પ્રજ્ઞા દવે, વિપુલ ધનવા, દર્શન પરીખ, દ્રષ્ટિ ઓઝા, મનિન્દર કેશપ, બંસી ભુત અને હિના દોશીની ટીમ સાથે તમામ સંસ્થાઓના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.