- પોલીસ દ્વારા દિવસ-રાત ટ્રાફિક ડ્રાઈવ શરૂ
- 58000 થી વધુ લોકોને 2 કરોડ 90 લાખથી વધુનો ફટકાર્યો દંડ
- ટ્રાફિક વિભાગ દ્વારા હેલ્મેટના અવેરનેસ અને અમલવારી માટે ખાસ અભિયાન
સુરતમાં સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થાનાં નિર્માણ માટે 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. ત્યારે શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં 10 દિવસમાં 58000 થી વધુ લોકોને 2 કરોડ 90 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા દિવસ-રાત ડ્રાઇવ શરૂ રાખવામાં આવી રહી છે અને નિયમનો ભંગ કરતા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત 2024ના વર્ષમાં કુલ 307 અકસ્માત થયા હતા. જેમાંથી 146 અકસ્માત માત્ર હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતા. તેથી ટ્રાફિક વિભાગ દ્વારા હેલ્મેટના અવેરનેસ અને અમલવારી માટે ખાસ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે.
અનુસાર માહિતી મુજબ, સુરતમાં સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થાનાં નિર્માણ માટે 15મી ફેબ્રુઆરી, 2025થી હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં 10 દિવસમાં 58000થી વધુ લોકોને 2 કરોડ 90 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસ દ્વારા દિવસ-રાત ડ્રાઇવ શરૂ રાખવામાં આવી રહી છે અને નિયમનો ભંગ કરતા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
સુરત શહેરમાં રસ્તા અકસ્માતો અને વાહનચાલકોની સલામતી એક ગંભીર મુદ્દો બન્યો છે. 2024ના વર્ષમાં કુલ 307 ફેટલ (પ્રાણઘાતક) અકસ્માત થયા હતા, જેમાંથી 146 અકસ્માત માત્ર હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતા. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, હેલ્મેટ વગરના વાહનચાલકોને ગંભીર ઇજા અથવા મૃત્યુનો વધુ ખતરો છે. આ જ બાબતને ધ્યાને રાખી સુરત શહેરના પોલીસ કમિશનરે આ મુદ્દાને અત્યંત ગંભીરતાથી લઈ, હેલ્મેટના અવેરનેસ અને અમલવારી માટે ખાસ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય