યુબીઆઈના ‘એમએસએમઈ ઉત્સવ’ને બહોળો પ્રતિસાદ; ૧૦૫ કરોડની લોન અરજીઓ મળી
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં યોજાયેલા ‘એમએસએમઈ ઉત્સવ’માં ૧૧૫ લાભાર્થીઓની ૧૦૫ કરોડની લોન માટે અરજીઓ મળી હોવાનું યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ એક યાદીમાં જણાવ્યું છે.
યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્ર બેન્ક તથા કોર્પોરેશન બેન્કના સંયોજન પછી, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા બેંકિંગ કારોબાર, મુખ્યત્વે એમ.એસ.એમ.ઇ. અને રીટેલ લોનમાં ખૂબ જ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યો છે. આજના બેન્કિંગ માહોલમાં યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા પોતાના જરૂરિયાતમંદ ગ્રાહકો માટે એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રમાં એમ.એસ.એમ.ઇ. ઉત્સવનું રાજકોટ ક્ષેત્ર માં આયોજન તા. ૦૬/૧૧ના રોજ કરવામાં આવેલ. જેમાં ૧૧૫ લાભાર્થીઓને રૂપિયા ૧૦૫ કરોડહની લોન માટે અરજી પ્રાપ્ત થઈ છે.
આ એમ.એસ.એમ.ઇ. ઉત્સવ લોન મેળાના આયોજનમાં આદરણીય અંચલ પ્રમુખ પ્રમોદ કુમાર સોની, ક્ષેત્ર પ્રમુખ પ્રદિપકુમાર શ્રીવાસ્તવ, ઉપક્ષેત્ર પ્રમુખ કે.વી. અવધાની તથા સરલ પ્રમુખ અભિષેક જૈનની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
એમ.એસ.એમ.ઇ. ઉત્સવ લોન મેળામાં આદરણીય ક્ષેત્ર મહા પ્રબંધકે જણાવ્યુ કે, રાજકોટ ક્ષેત્ર એમ.એસ.એમ.ઇ તથા રીટેલ લોન ક્ષેત્રમાં ખૂબ સક્રિય રૂપથી પ્રગતિ કરી રહ્યું છે. આ એમ.એસ.એમ.ઇ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ ગ્રાહકો સુધી આ લોન મેળાના મધ્યમથી સરળ અને સુલભ રીતે લોન પહોંચાડવાનો છે. ગ્રાહકોને બેન્કનો વિવિધ લોન યોજનાઓની જાણકારી આપવાની સાથે આ લોન મેળામાં તહેવારોના શુભ અવસર પર વિવિધ લોન પર વિશેષ છૂટ તથા પ્રોસેસિંગ ફી માફ કરવામાં આવેલ છે. ગ્રાહકો ની જરૂરિયાતો ને ધ્યાન માં રાખીને બેન્ક ખૂબ જ આકર્ષક તથા ખૂબ ઓછા વ્યાજ દર પર વિવિધ પ્રકારની લોન યોજનાઓ પ્રસ્તૃત કરેલ છે. જેમ કે ગૃહ લોન(હોમ લોન), કાર લોન, અભ્યાસ માટે શિક્ષણ લોન, કૃષિ લોન, પર્સનલ લોન વિગેરે. સમયસર લોન પ્રાપ્ત ન થવાના કારણે લઘુ અને મધ્યમ ઉધમીઓને જે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે તેને સુવિધાપૂર્ણ બનાવવા માટે આ લોન મેળા આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ ક્ષેત્રમાં દરેક પ્રકારની લોન સુવિધાઓ ઉપલબ્ધ છે અને ગ્રાહક પોતાની નજીકની શાખા પસંદ કરી બેન્કને એમની સહાય કરવાનો અવસર આપી શકે છે. તેમ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ એક યાદીમાં જણાવ્યું છે.