શહેરના નવનિયુકત જૈન સમાજના પ્રથમ મહિલા મેયર બીનાબેન કોઠારીએ મહાનગરના વિકાસ માટે સદા તવિર રહેવાનો કોલ આપી વિકાસ કામોમાં જનતાને સહયોગ મળતો રહેશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. ‘અબતક’ની ટીમે તેમની ખાસ મુલાકાત લઇ નગરના વિકાસ અંગે વિગતો જાણી હતી.
જામનગરના મેયર બીનાબેન કોઠારીની શુભેચ્છા મુલાકાત કરી હતી અબતક મીડિયાને તેમણી જણાવ્યું હતું કે તેઓ જામનગર ના વિકાસ કાર્યને આગળ ચલાવશે અને જામનગરની પ્રજા પર તેમને પૂરો ભરોસો છે કે તે તેનો સાથ સહકાર મળશે. તેઓ પ્રજા માટે હરહંમેશ જામનગરની જનતાની સાથે રહી ને જામનગર માં વિકાસ કર્યો કરતા રહેશે. મેયર વધુ જણાયવું હતું કે તેવો ભૂગર્ભ ગટર ના કામ હોય કે બ્રિજના કામ હોય તે તેઓ તાત્કાલિક ધોરણે આગળ ચલાવશે અને જામનગર ની પ્રજા માટે તેઓ હરહંમેશ સાથે રહેશે.