બાળકો અભ્યાસની સાથે ૫ થી ૬ કલાક સુધી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરે છે જ્યારે મહિલાઓ પણ અવિરત સેવાયજ્ઞમાં જોડાઈ છે3 73

પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ તારીખ ૫ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ,રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણનગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે.આ જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે પ્રમુખસ્વામી મહારાજના ઉપકારોનું ઋણ ચૂકવવા અને તેઓનો જીવન સંદેશ સમાજના અનેક લોકો સુધી પ્રસરે તે માટે મહિલા સ્વયંસેવકો અને નાના-નાના બાળકો જન્મજયંતી મહોત્સવને સફળ બનાવવા માટે શ્રદ્ધા અને ખંતપૂર્વક સેવાયજ્ઞમા જોડાયા છે. છેલ્લા બે મહિનાથી વિરાટ સ્વામિનારાયણ નગરમાં ૪૦૦થી અધિક સંતો અને ૪૦૦૦થી અધિક સ્વયંસેવકો ઉત્સાહી દિવસ-રાત મહેનત કરી સેવામાં જોડાઈને મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.

નાના બાળકોથી લઈને યુવાનો અને તમામ મહિલા હરિભક્તોનાં હદયમાં પ્રમુખસ્વામી મહારાજનો જન્મજયંતી મહોત્સવ ઉમંગ અને ઉત્સાહી ઉજવવાની અનેરી અભિલાષા છે.આ જન્મજયંતી મહોત્સવમાં નાનાં બાળકો પોતાના અભ્યાસની સો સો ૫ થી ૬ કલાક સુધી ડ્રામા,નૃત્ય,પ્રદર્શનખંડ,વ્યસનમુક્તિ તેમજ સ્વયંસેવકોને પીરસવાની વગેરે જેવી સેવાઓમાં હોંશે-હોંશે જોડાઈ રહ્યા છે.

યુગપુરુષ પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી ભવ્યાતીભવ્ય રીતે ઉજવવા માટે મહિલા સ્વયંસેવકો પણ વિભાગમાં પીરસવાની સેવા, વાસણ માંજવાની સેવા,ચુલા લીપણની સેવા,બાંધકામ વિભાગમાં ગ્રાઉન્ડ સફાઈ,રેતી ચાળવાની સેવા,મરચા અને કપાસ ઉતારવાની સેવા, ઇંટો ફેરવવાની સેવા,સ્વયંસેવક ઉતારામાં સફાઈની સેવા, યજ્ઞશાળામાં ઈટો ગોઠવવાની સેવા, ડેકોરેશન વિભાગમાં મંદિરનું ડેકોરેશન, સ્ટેજનું ડેકોરેશન, લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં લેન્ડ સ્કેપની સેવા, કલર કામની સેવા, ગોદડા સીવવાની સેવા જેવી અનેક પુરુષ સમોવડી સેવાઓ કરીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

વિવિધ સેવા વિભાગોમાં થઈને કુલ ૧૮૦૦ મહિલાઓ, ૨૭૫ યુવતીઓ અને ૧૦૦ જેટલી બાલિકા કાર્યકરો સેવામાં જોડાયેલા છે.આ મહિલા સ્વયંસેવકો સવારના ૭ થી રાતના ૧૨ વાગ્યા સુધી સેવા કરી દિવસના ૧૫ કલાક સેવા આપી પોતાની ગુરુભક્તિ અદા કરી રહ્યા છે.

મહોત્સવમાં સેવા આપતાં ઈલાબેન પટેલના અભિપ્રાય મુજબ ‘પ્રમુખસ્વામી મહારાજે આપણા માટે જે કર્યું છે એનો આ સેવા દ્વારા ઋણ ચુકવવાનો અવસર છે, માટે એમનાં જન્મજયંતી માટે દેહ ઘસી નાખવો છે. રેખાબેન દલના મંતવ્ય મુજબ, કેવળ પ્રમુખસ્વામી મહારાજને રાજી કરવા માટે સેવા કરીએ છીએ.’

આ મહોત્સવ મહિલાઓની અને બાળકોની અનેક કળા કૌશલ્યને ખીલવી રહ્યો છે.જયારે તેઓ સેવા કરવા અહી પધારે ત્યારે વિશેષ આવડત ન હોવા છતાં અહીંથી પ્રાપ્ત તા મેનેજમેન્ટ, ડ્રામા-ડાન્સ, ડેકોરેશન, જાહેરમાં બોલવાની કળા, કલર કામ કરવું વગેરે જેવી અનેક કળાઓ પ્રાપ્ત કરીને જાય છે. પ્રમુખસ્વામી મહારાજનો જન્મજયંતી મહોત્સવ એ ખરા ર્અમાં નારી ઉત્કર્ષ અને બાળ ઉત્કર્ષનો અદભૂત સમન્વય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.