આ જન્માષ્ટમી પર રાજકોટના પરિવારો ગોવા જતા વધુ જણાય છે. આ માટે વ્રજ હોલિડેસના મેનેજીંગ ડીરેક્ટર તપનભાઇ ચંદારાણાના જણાવ્યા અનુસાર ‘આ તહેવારોમાં રાજકોટમાંથી દ્વારકા, સોમનાથ, સાસણ, ઉદયપુર પર ઘણો જ ઘસારો છે અને દરેક સારી હોટલો ફૂલ છે. રાજકોટથી ફ્લાઇટ કનેક્ટિવિટી વધતા ગોવા અને હિમાચલમાં પણ લોકો ફરવા જઇ રહ્યો છે.
છેલ્લાં ૧૦ વર્ષોેથી અમે લોકો ગોવાના પેકેજ જન્માષ્ટમી પર વેંચીએ છીએ અને એ રાજકોટવાસીઓનું ખૂબ જ લોકપ્રિય સ્થળ છે. કોરોનાને લીધે ગયા વર્ષે કોઇ લોકો ફરવા જઇ શક્યા નથી પરંતુ હવે વેક્સીનેશન વધતા અને કેસો ઘટતા આ વર્ષે લોકો ફરવા નીકળી રહ્યાં છે પરંતુ દરેક લોકો કોરોના પછી હવે સીધી ફ્લાઇટ કે પોતાની કાર દ્વારા જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે.
રાજકોટથી ગોવાની ડાયરેક્ટ ફ્લાઇટ પણ હવે શરૂ થઇ ગઇ છે પરંતુ હાલના સંજોગોમાં વધુ પ્રમાણ બુકિંગ હોય અમે લોકોએ ૧૮૦ સીટનું ચાર્ટર ફ્લાઇટ બુક કરેલ હતું જે ફૂલ થઇ ગયું છે. લોકડાઉન પછી આ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી માટે સરસ અને એક હકારાત્મક સમાચાર છે.’
ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા-સૌરાષ્ટ્ર ચેપ્ટરના પ્રમુખ દેવેનભાઇ શાહના જણાવ્યા અનુસાર લોકો ટ્રાવેલ એજન્ટ પાસે બુકિંગ કરવાનો આગ્રહ રાખે છે કેમ કે એમને ખાલી બુકિંગ જ નહિં પણ ત્યારબાદ પણ જો કોઇ કામ પડે તો ટ્રાવેલ એજન્ટ ૨૪ કલાક એમને જવાબ આપે છે જે ઓનલાઇન બુકિંગમાં શક્ય નથી.