સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેકટ અંતર્ગત ફાળવાયેલી બસમાં એલ ઈ ડી ટીવી, પંખા, ગ્રીન બોર્ડ, પીવાના પાણી સહિતની સુવિધાઓ
હળવદના ટીકર રણ વિસ્તારનાં અંગરીયા ઓના બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેકટ અંતર્ગત અંતરીયાળ વિસ્તારમાં સુવિધા યુકત વિશેષ બસ ઉપલબ્ધ કરાવાઈ છે.
રાજયો સરકાર દ્વારા સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેકટ હેઠળ મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં ટીકર રણ વિસ્તારમાં અગરીયાઓના બાળકોને અંતરીયાળ એવા મીઠાના રણ વિસ્તારમાં પણ શિક્ષણ મળી રહે તે માટે વિશેષ બસ ઉપલબ્ધ કરાવી શિક્ષણની જયોત સતત પ્રજવલ્લીત રાખવામાં આવી છે. મોરબી જિલ્લામાં પણ મીઠાના રણ વિસ્તારમાં મીઠુ પકવવા જતાં અગરીયાઓના બાળકોનું શિક્ષણન બગડે અને કામના સ્થળ પર જ શિક્ષણની સુવિધા આપવા વિશેષ બસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બસ દ્વારા ટીકર ગામથી ૭ કિલોમીટર દૂર અંતરીયાળ મીઠાના અગરીયા વિસ્તારમાં રહેતા બાળકોને ઉત્તમ શિક્ષણ વિભાગ દ્વારા વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આ પ્રોજેકટ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ વિશેષ બસ દ્વારા શિક્ષણ રૂપી જ્ઞાન ગંગા અગરીયાઓના ઘર આંગણે ઉપલબ્ધ કરાવાઈ રહી છે.આ વર્ગોનું સંચાલન અને દેખરેખની કામગીરી સીઆરસી કો-ઓર્ડિનેટર ટીકર દ્વારા કરવામાં આવી રહ્યું છે. સ્કૂલઓન વ્હીલ પ્રોજેકટ અંતર્ગત ફાળવવામાં આવેલ આ બસમાં સુવિધાઓ અંગે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખએ જણાવ્યું હતું કે આબસમાં એલ.ઈ.ડી.ટી.વી.ડીશ, ચેનલ, પંખા, ગ્રીન બોર્ડ,સોફટ બોર્ડ,પીવાના પાણીની સુવિધા વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે રમીએ, સાથે ભણીએ, સહુ સાથે આગળ વધીએના સુત્રને સાર્થક કરવા માટે રાજય સરકારના શિક્ષણ વિભાગ અનેક પ્રોજેકટ પર કામ કરી રહ્યું છે ત્યારે સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેકટ રણ વિસ્તારમાં અંતરીયાળ છેવાળાના માનવીને પણ સરકારની સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે તેનું આ જીવંત ઉદાહરણ છે.