સોમનાથ શ્રાવણ માસ ૨ ઓગસ્ટથી પ્રારંભ થઈ રહી હોય સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું .
શ્રાવણ માસ ના ચાર સોમવાર, રક્ષાબંધન, જન્માષ્ટમી, ૧૫, ઓગષ્ટ (સ્વતંત્રતા દિવસ), અમાસ ના દિવસો દરમ્યાન મંદિર પ્રાત: ૪:૦૦ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૧:૦૦ કલાકે બંધ થશે. તેમજ આ સીવાયના દિવસોમાં સવારે ૫:૩૦ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૦:૦૦ કલાકે બંધ થશે.
શ્રાવણ માસ દરમિયાન શંખ સર્કલ થી પ્રવેશ કરવનો રહેશે ને વનવે રહેશે ને રામમંદિર પાસે નવા પાર્કિંગ થી બાયપાસ તરફ જતા માર્ગ થી નિકાસ બહાર નીકળવા નું રહેશે નવા પાર્કિંગ થી યાત્રાળુઓ ને મંદિર પરિસરમાં પહોંચાડવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા બસ તથા રીક્ષા ની સુવિધા પુરી પાડવામાં આવશે તેવુ સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા ટ્રસ્ટી સેક્રેટરી લહેરી જેની નોંધ દરેક યાત્રાળુઓ લઈ સહકાર આપવા જણાવ્યું હતું. તેમજ ડીવાયએસપી મોહોબતસિહ પરમાર માહિતી આપતા જનાવેલ કે શ્રાવણ માસ દરમિયાન યાત્રાળુ નો ધસારો રહે જેને ધાયાને લઈ વધારાનો બંદોબસ્ત ગોઠવામાં આવશે જેમાં સોમનાથ મંદિર અને પરિસરમાં ડીવાયએસપી ૧, પીએસઆઇ ૩, એસ આર પી કંપની ૧,૧૨૫ પોલીસ સ્ટાફ ૮૦ જીઆરડી નો સ્ટાફ દ્વારા બંદોબસ્ત રહેશે આ તકે પ્રભાસ પાટણ પીઆઈ જી એમ રાઠવા પત્રકાર મિત્ર, સોમનાથ ટ્રસ્ટ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતો
શ્રાવણ માસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રી દરમિયાન પણ યોજાનાર છે જેનો લાભ લેવા દરેક ધર્મ પ્રેમીઓ ને સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.