- રાજકોટના 250થી વધારે ઉદ્યોગકારો અને વેપારીઓ જોડાયા: સરકાર દ્વારા અપાતી વિવિધ
- યોજનામાં સબસીડી અને હાલના સમયમાં ઈ-કોમર્સનું મહત્વ અંગે તજજ્ઞો દ્વારા સેમિનાર યોજાયો
હાલના સમયમાં વ્યાપાર અને ઉદ્યોગને ઝડપથી વિકસિત કરવા માટે સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. પરંતુ ઘણા ઉદ્યોગકારો અને વેપારીઓને એ વાતનો ખ્યાલ નથી હોતો કે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવેલી છે અને તે પૈકી ઘણી ખરી સબસીડી પણ આપવામાં આવે છે. ગુજરાત સરકાર ઈકોમર્સ ઉપર પણ વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી લોકો અને ઉદ્યોગકારો અને નાના વેપારીઓને આર્થિક રીતે સજ્જ બનાવવા માટે પણ પ્રયત્નો હાથ ધર્યું છે ત્યારે રાજકોટ ખાતે આવેલા પ્રોફેશનલ ક્ધસલ્ટિંગ ગ્રુપ દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી યોજનાઓને લગતી સબસીડી અને ઈ કોમર્સ નું મહત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં રાજકોટના 250 થી વધુ ધંધાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાયમ ના હોદેદારો અને સભ્યો તેમજ અન્ય વેપારી સંગઠનોના હોદેદારો અને સભ્યોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો.પ્રોફેશન ક્ધસલ્ટિંગ ગ્રૂપએ એવા જાગ્રુત યુવાનોનું ગ્રૂપ છે કે જેવો અલગ અલગ ક્ષેત્ર માં ક્ધસલ્ટિંગ કરે છે અને એમના ક્ષેત્ર માં બહોળી સફળતાં પણ મેળવી ચૂક્યા છે. જેઓ હાલ રાજકોટ અને સૌરાષ્ટ્ર ખાતે વિશાળ ક્લાયન્ટ વર્તુળ ધરાવે છે ત્યારે આ યુવાનોએ સમાજના યુવાનો, બીઝનેસમેન, અને ધંધાર્થીઓને અલગ અલગ ક્ષેત્ર જેવાકે ટેક્ષેશન, પ્રોજેકટ લોન, સરકારી સબસીડી, બિઝનેસ ટ્રેનિંગ, જીવન વીમા, બ્રાંડીગ, બાંધકામ, ઇ કોમર્સ વગેરે વિવિધ ક્ષેત્રે વિવિધ સેમીનાર કરીને વિનામૂલ્ય જાગ્રુત કરવા, નોલેજ સેરિગ કરવું, માર્ગદર્શન પૂરું પાડવાનું નક્કી કર્યું હોય અને આ ગ્રુપની રચના કરી છે ત્યારે આવા જ હેતુથી આ સફળ રીતે પ્રથમ સેમીનાર નું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમનું સચોટ આયોજન, રૂપરેખા અને ટીમને માર્ગદરશન પૂરું પાડવાનું કામ આ ગ્રુપના સિનિયર મેમ્બર એવા રાજકોટના ખુબ જ જાણીતા અને ટોંચના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા શ્રી હિરેનભાઈ ઠક્કર દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું .રાજકોટના પ્રચલિત બિલ્ડરો, મેન્યુંફેકચરરો, સર્વિસ પ્રોવાયડરો, હોસ્પિટલ, વેરહાઉસ, હોટેલ, રિસોર્ટ, વોટર પાર્ક, આઇટી કંપની, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, શેડ ડેવલપર, હોલસેલારો, એફએમસીજીના ડીલર, ધંધાર્થીઓ વગેરે લોકોએ ઉપસ્થિતિ રહીને ખાસ ઉપયોગી વિષય પર તજજ્ઞો દ્વારા આપવામાં આવેલ માહીતી નો લાભ લીધો હતો.
નવા પ્રોજેક્ટ્સને વિકસાવવા માટે સબસીડીનું જ્ઞાન મેળવવું ખૂબ જ જરૂરી: રાજેશભાઇ સવનીયા
નવા પ્રોજેક્ટ કે ચાલુ પ્રોજેકટ ના એક્ષપાન્શનમાં સરકારી બેંકો દ્વારા પ્રોજેકટ લોન અને સરકાર દ્વારા મળતી અલગ અલગ સબસીડી વિશે આ ક્ષેત્રના નિષ્ણાત એવા રાજેશભાઈ સવનિયા દ્વારા માર્ગદર્શન પૂરું પાડયું હતું ..તેઓએ અબતક સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, મુખ્યત્વે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020, ટુરિઝમ પોલિસી 21-25, આઈટી એન્ડ આઇટીએસ પોલિસી 2022-27 અંતર્ગત ઘણી સબસીડી ઉદ્યોગકારોને મળવા પાત્ર હોઈ છે, પરંતુ તે અંગે તેઓને જાગૃતા ન હોવાથી તેવો તેનો લાભ લઈ શકતા નથી. જેથી આ સેમિનાર તેમના માટે ખુબજ ઉપયોગી સાબિત થશે.
ઈ-કોમર્સ અને વિતરણ વ્યવસ્થાએ આજના સમયની માંગ: કરણભાઈ દાવડા
ઇ-કોમર્સ દ્વારા આપણે પણ કેવી રીતે વેચાણ કરી શકીએ. ઓનલાઇન વેચાણમાં સફળતા મેળવવા શું કરવું જોઈએ. આ વિષય પર ઈકોમર્શના તજજ્ઞ કરણભાઈ દાવડાએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આજના સાંપ્રત સમયમાં જે રીતે ડિજિટલ અદ્યતન બની રહ્યું છે અને ટેકનોલોજી પણ વિકસિત થઇ રહી છે ત્યારે ઈકોમર્સ નું મહત્વ ખૂબ જ વધ્યું છે. અનેક વેપારીઓ અને ઇ-કોમર્સ ક્ષેત્રે જોડાવું તો છે પરંતુ તેઓને વિતરણ વ્યવસ્થા કેવી રીતે ઉભી કરવી તે અંગેનો વિજ્ઞાન નથી જેથી તેઓ કરી શકવામાં નિષ્ફળ નીવડે છે. ટ્રેડિશનલ ધંધાને પણ ઓનલાઇન લય જઈ શકાય વગેરે બાબતે ઇ કોમર્સના કરણભાઈ દાવડા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વ્યવસાયના વિકાસ માટે સમય સાથે તાલ મેળવવો ખૂબ જ જરૂરી: હિરેનભાઈ ઠક્કર
રાજકોટના ખુબ જ જાણીતા અને ટોંચના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા હિરેનભાઈ ઠક્કરે અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, દરેક ઉદ્યોગકાર અને વ્યાપારી પોતાના વિકસિત કરવા માટે હમે કરતો હોય છે તું જરૂરી છે કે સમય સાથે પોતાનો તાલમેલ મેળવે. હાલ અત્યારે જે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે મા દોસ્ત છે કે વ્યવસાયિક લોકો અને ઉદ્યોગકારો ઝડપથી સમય સાથે બદલાતા નથી અને તેની આશા તેમણે વ્યાપાર ઉપર જોવા મળે છે. આવનારા સમયમાં આ સ્થિતિ ઉભી ન થાય તે માટે પ્રોફેશનલ ક્ધસલ્ટિંગ ગ્રૂપ દ્વારા એક અત્યંત વિશેષ સેમિનાર યોજવામાં આવ્યો છે.