૯૯ પીઆર સાથે ૭ વિદ્યાર્થીઓ, નીટમાં ૭૨૦માંથી ૬૦૦થી વધુ માર્ક મેળવનાર ૧૨ વિદ્યાર્થીઓ સાથે મેડિકલ અને એન્જિનિયરીંગમાં જવા તૈયાર મોદી સ્કુલનાં તારલા અબતકનાં આંગણે
સખત પરિશ્રમએ સફળતાની સીડી છે. ખંત, કેળવણી, શિક્ષણ, ત્યાગ અને શિક્ષણ પ્રત્યેનો સમન્વય એટલે મોદી સ્કુલ. વિદ્યાર્થીઓ, વાલી અને સ્કુલનાં ત્રિવેણી સંગમ અને અથાગ પરિશ્રમથી જ ઝળહળતી સફળતા મળે છે. રાજકોટની સર્વપ્રથમ સ્વનિર્ભર સ્કુલ મોદી સ્કુલમાં માત્ર ભણતર જ નહીં પણ વિદ્યાર્થીઓનું ગણતર પણ થાય છે. સ્કુલનું વાતાવરણ, શિક્ષકોનો સાથ-સહકાર અને અઘરી ભાષાને પણ સરળતાથી સમજાવતા શિક્ષકો દ્વારા સફળ પરિણામ મળ્યું છે.
આ તકે એન્જીનિયરીંગ અને મેડિકલ ક્ષેત્રમાં પોતાની કરીયર બનાવવા માંગતા ટોપર્સ વિદ્યાર્થીઓએ અબતકની મુલાકાત લીધી. આ ટોપર્સમાં સફળતા એ લોટરી નથી તે તો સખત પરિશ્રમ, ખંત, કેળવણી, શિક્ષણ, ત્યાગ અને શિક્ષણ પ્રત્યેના પ્રેમનો સમન્વય છે. આ શબ્દો છે તન્ના દેવાંશના જે મોદી સ્કુલનાં સફળતમ વિદ્યાર્થી છે. જેઈઈની પરીક્ષામાં ૯૯.૭૫ પીઆર મેળવી ચુકયા છે. સાતત્ય જોઈએ જ એવું માનનાર માંકડ મોહા પણ જેઈઈમાં ૯૯.૫૭ પીઆર ધરાવે છે. પોતાના ધ્યેય પર જ એકાગ્ર થઈને કામ કરતાં કોઈ યશ શાહ પાસેથી શીખે. ૯૯.૨૮ પીઆર મેળવનાર યશ આ યુગનો અર્જુન છે. દેવ સંઘવી ૯૯.૧૬ પીઆર મેળવે છે પોતાના શિક્ષકોનાં પ્રભાવથી ૯૯.૦૯ પીઆર ધરાવનાર ફળદુ જીલ પ્રથમથી જ એકધારું કામ કરીને સફળતા પ્રાપ્ત કરે છે. ૯૯.૦૬ પીઆર ધરાવનાર પ્રીત સેજાણી હંમેશા ખુશ રહીને ભણતા અને દરેક નાની મોટી સફળતા કે નિષ્ફળતા પચાવી શકતા. ૯૯.૦૦ પીઆર મેળવનાર શાહ નેમીન શાળામાં જ ૧૨ કલાક રહીને અભ્યાસને માણતા સફળ બન્યા છે. રાજકોટ શહેરના જાણીતા શિક્ષણશાસ્ત્રી ડો.મોદીએ પેશન, પ્રેકટીસ, પર્ફોમન્સ, પરફેકશન એ ચાર સ્તંભને સફળતા માટે જરી માને છે. પેશન એટલે સરળ ભાષામાં દાનત. જે અત્યંત જરી છે. એેસએસસીનાં પરિણામ પછી વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે સખત મહેનત, ખંત સાથે દાનત એકદમ અગત્યની બાબત છે. તમે જે કાર્ય કરો છો તે ચાહો. ત્યારપછી સારી પ્રેકટીસ અને તેનાથી સારું પરફોર્મન્સ થઈ શકે. અંતે મળે પૂર્ણતા.
રાજકોટની સર્વપ્રથમ સ્વનિર્ભર શાળા. રાજકોટ શહેરનું ખૂબ જાણીતું નામ. ગુજરાત બોર્ડ વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમમાં ધરખમ ફેરફાર કરી તેને એકદમ સમૃદ્ધ બનાવ્યો છે. બોર્ડની પરીક્ષાના અભ્યાસક્રમમાં બધી મુળભુત બાબતો અને સંકલ્પનાનો સમન્વય છે. મૂળભુત રીતે બોર્ડમાં અફલાતુન પરિણામમાં માહિર મોદી સ્કુલ્સે ગુજરાત બોર્ડનાં પરિણામોની સાથે સીબીએસઈનાં પરીણામો, કોમર્સનાં પરીણામો, જેઈઈના ચકાચોંધ પરિણામો અને નીટની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાના પરિણામોમાં જાણે ઘોડાપુર લાવ્યું. પરિવર્તન એ સફળતાની પહેલી જરીયાત છે તે વાતને સાર્થક કરતી મોદી સ્કુલ્સની લગભગ બે દાયકાની સફરમાં પોતાને શ્રેષ્ઠ પુરવાર કરી છે. વર્ષ ૨૦૧૯નાં તમામ પરિણામો સર્વશ્રેષ્ઠ રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષામાં નીટમાં ૭૨૦માંથી ૬૦૦થી વધુ માર્ક મેળવનાર ૧૨ વિદ્યાર્થીઓ સાથે મેડિકલમાં જઈ વિવિધ પ્રકારનાં ડોકટર બની સમાજની સેવા કરી શકે તેવા અઢળક વિદ્યાર્થીઓ છે તો જેઈઈની અઘરી પરીક્ષામાં ૯૯ પીઆર ઉપર માર્ક મેળવનાર ૭ વિદ્યાર્થીઓ છે. બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહમાં એ-વન ગ્રેડ મેળવનાર બે વિદ્યાર્થી સાથે ટોપ-ટેનમાં પાંચ વિદ્યાર્થીઓ સાથે ૯૯ પીઆર ઉપર ૩૮ વિદ્યાર્થીઓ છે તો એસએસસીમાં ૧૨૪ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ ધરાવે છે. રાષ્ટ્રીય પ્રખરતા શોધ પરીક્ષામાં પસંદ થતા છ એ છ વિદ્યાર્થી આ શાળાનાં છે. આ ઉપરાંત બીજુ ઘણું. કશુંય બાકી ન રહ્યું. આ બધું અકસ્માત નથી. સફળતાનો ગ્રાફ સતત ઉંચો લાવવા ડો.મોદીએ રાજકોટ શહેરને કોટાની બધી સગવડતા ઘરઆંગણે પુરી પાડી છે. ૨૨ જેટલા બીજા રાજયોનાં પ્રતિભાશાળી શિક્ષકોને પોતાની મૂળભુત શિક્ષકોની ટીમ સાથે જોડી સોનામાં સુગંધ ભેળવી છે. વિદ્યાર્થીઓને ભણવાનું સાતત્ય રહે તે માટે શાળામાં જ જમવાની વ્યવસ્થા, વાંચવાની વ્યવસ્થા, વાતાનુકુલિત વર્ગખંડો અને શિક્ષકોની સતત હાજરીએ વિદ્યાર્થીઓની શિક્ષણની ભુખ મીટાવી. સંકલ્પ બળની મહતા સમજાવતા રોનક ઘોડાસરાએ સખત મહેનત અને સંકલ્પને મહત્વ આપ્યું છે અને ૬૬૭ માર્ક મેળવ્યા છે.
જયારે વાજા હરિઓમ ૬૫૦ માર્કે સફળ થયા છે અને ગાધે મૃગેશ નીટની પરીક્ષાના ૬૪૯ માર્ક લાવ્યા છે. રીતેન સોસા ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થી હોવા છતાં જબરદસ્ત ખંતથી ૬૪૨ માર્ક મેળવે છે તે જામનગર મોદી સ્કુલનાં વિદ્યાર્થી છે તો વૈભવ ગુજરાતી પણ ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થી છે અને ખરાઅર્થમાં વિદ્યાર્થી છે જે સતત શિક્ષણમય હોય. તેઓ ૬૩૧ માર્ક મેળવી શકયા છે. ૬૨૦ માર્ક ધરાવનાર બારેવડિયા યક્ષિતના મતે બધું જ જોર સાચી દિશામાં લગાવ્યું હોય તો પરિણામ મળે જ. રોહન ચુડાસમા જામનગરનાં વિદ્યાર્થી છે તેમણે શાળાની સમૃદ્ધ લાયબ્રેરીનો છુટથી ઉપયોગ કરીને ૬૧૬ માર્કનો સ્કોર કર્યો છે. જામનગરનાં યાશ્રી અકબરી એકદમ નિષ્ઠાવાન વિદ્યાર્થીની છે અને શાળામાં જ આખો દિવસ રહીને ૬૧૪ માર્ક લાવ્યા છે. આ સાથે બ્રીજ ટાંક શિક્ષકોની તમામ સલાહ માની ૬૧૩ માર્ક લાવ્યા. પાનસુરીયા જય ૬૦૮ માર્કનો સ્કોર કરી શકયા. ૬૦૧ માર્ક ધરાવનાર નીર સોમૈયા સમજી અને તેના પર સતત પ્રેકટીસ કરનાર વિદ્યાર્થી છે. આ તમામ વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં શાંતિથી ભણવા ઉપરાંત રોજે રોજનું તૈયાર કરવું. રોજે રોજનાં પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવું જેવા કાર્યો કોર્ષ પુરા થવાની સાથે કર્યા પછી સતત જુદા જુદા પ્રકાશનોનાં પેપર્સ, ઓનલાઈન ટેસ્ટ અને અવનવા પ્રશ્ર્નો સોલ્વ કર્યા. વિદ્યાર્થીના પક્ષે દાનત, ખંત, નિષ્ઠા, સખત પરિશ્રમ હતા તો મેનેજમેન્ટનાં પક્ષે શિક્ષણ, માર્ગદર્શન સલાહ હુંફ, સપોર્ટ અને સતત નિરીક્ષણ હતા.