પોતાના અંગત સંસ્મરણો વાગોળ્યા ‘અબતક’ મીડિયા હાઉસની કાર્ય પ્રણાલી નિહાળી કામગીરીને પણ બિરદાવી

દેશના વિકાસ માટે લોકોએ તેના વિચારોમાં બદલાવ લાવી પોતાનામાં આત્મવિશ્ર્વાસ, સ્વનિર્ભરતા તથા અન્યી ભિન્ન થવાની અત્યંત જરૂર ભારતીયો ‘ઈચ્છે’ તે કરી શકવા પુર્ણત: સક્ષમ: ડો.દિપક વોરા

રાજકોટ ખાતે આયોજીત સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા જે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દેશ-વિદેશના અનેક નામી-અનામી વ્યક્તિઓ ઉપસ્થિતિ રહ્યાં હતા. તેમાં પણ ખાસ એસવીયુએમના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તથા વડાપ્રધાનના વિશેષ સલાહકાર તથા એમ્બેસી ડો.દિપક વોરા ‘અબતક’ મીડિયા હાઉસના મોંઘેરા મહેમાન બન્યા હતા. તેઓએ ‘અબતક’ની કામગીરી નિહાળી ‘અબતક’ને બિરદાવ્યું હતું. તેઓએ દેશના આર્થિક વિકાસ માટેના અનેકવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને પોતાના અંગત સંસ્મરણોને વાગોળ્યા હતા. ડો.દિપક વોરાએ દેશના લોકોને આહવાન કરતા જણાવ્યું હતું કે, દેશનો વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે લોકો પોતાનામાં આત્મવિશ્ર્વાસ, સ્વનિર્ભરતા તથા અન્યી ભિન્ન રહેતા થશે.

DSC 8592

ડો.દિપક વોરાએ પોતાના વિશે જણાવતા કહ્યું હતું કે, તેઓ સોશ્યલ એનાલીસ્ટ છે કે જે દેશમાં કે દેશ બહાર ચાલતી તમામ કામગીરી ઉપર નજર રાખતા હોય અને તેને સમજતા પણ હોય. તેઓએ ભારત માટે જણાવતા કહ્યું હતું કે, પહેલાના સમયમાં ભારતમાં શિક્ષણનો અભાવ જોવા મળતો હતો અને સાથે સાથે મહિલાઓ પણ નિરાધાર હતી. મહિલાઓ માટે જો યોગ્ય કામગીરી કરવાની હોય તે જોવા મળતી ન હતી. વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, કોઈપણ દેશનો વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે દેશ શિક્ષણ આર્થિક તાકાત અને મહિલાઓના ઉતન માટે કાર્ય કરતું હોય. એક સમયે સોવીયત યુનિયન અતિશય આર્થિક સમૃધ્ધ ગણાતું હતું. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, આગામી દિવસોમાં અન્ય દેશોને ભારતની જરૂર પુર્ણત: પડતી જોવા મળશે. હાલ દેશમાં શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે કુલ ૫૦,૦૦૦થી વધુ કોલેજો અને યુનિવર્સિટીઓ સપવામાં આવી છે. જેમાં ૩૨ કરોડ વિર્દ્યાથીઓ અભ્યાસ કરે છે. આંકડાકીય માહિતી આપતા તેઓએ જણાવ્યું કે, ૩૨ કરોડ વિદ્યાથીઓમાં ૫૧ ટકા જેટલો આંક મહિલાઓનો છે. આ વાતનો મર્મ સમજાવતા તેઓએ જણાવ્યું કે, ભારત હવે શિક્ષણ અને મહિલા ઉતન માટે કામગીરી કરી રહી છે.

ડો.દિપક વોરાએ જણાવ્યું હતું કે, વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ કોઈ ચીજ હોય તો તે શિક્ષણ છે. તેઓએ યુનાઈટેડ નેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર તેઓએ કહ્યું હતું કે, ભારત દર એક સેક્ધડે ગરીબ વ્યક્તિની ગરીબી દૂર કરી રહ્યું છે. ભારત દેશની જે સૌથી મોટી તાકાત છે તે તેની સૈન્ય તો ખરાજ પણ તેની સો સો ભારતમાં વસ્તા યુવાઓ અત્યંત મહત્વપૂર્ણ પરિબળ જોવા મળે છે. ભારતમાં પ્રોડકશન કન્ઝમ્શન કરતો વર્ગ પણ ખુબજ મોટો છે. ત્યારે ૧૫ વર્ષ થી લઈ ૬૪ વર્ષ સુધીના લોકો પ્રોડકશન અને કન્ઝમ્શન પરિબળને અપનાવી દેશના વિકાસમાં પોતાનો અહમ ફાળો આપે છે. લોકો દ્વારા જે રીતે દેશ અને સરકાર ઉપર ટીકા-ટીપ્પણીઓ કરવામાં આવી રહી છે. તેના બદલે દેશમાં જે વિકાસનો દોર ચાલુ છે અને વૈશ્ર્વિક ફલક પર ભારત જે રીતે પોતાની આગવી છબી પ્રસપિત કરી રહ્યું છે તેનાી લોકોએ સંતોષ અનુભવવો જોઈએ અને વિકાસમાં વધુને વધુ કેવી રીતે સા સહકાર આપી શકાય તે દિશામાં કામગીરી કરવી જોઈએ.

અન્ય દેશોની સરખામણીમાં વર્કિંગ ગ્રુપ ધરાવતો દેશ એક માત્ર ભારત જ છે. ત્યારે વિદેશ નેતાઓ ભારતના પ્રવાસે આવતા નજરે પડે છે તેનું કારણ એ નથી કે તેઓને ભારત પ્રત્યે અત્યંત પ્રેમ હોય પરંતુ સાચી હકીકત તો એ છે કે, ભારત જે રીતે વૈશ્ર્વિકસ્તર પર આગળ વધી રહ્યું છે. તેના મુખ્ય કારણ શું હોય તે માટે તેઓ ભારતના પ્રવાસે આવે છે. ત્યારે આગામી ૨૪ ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવે છે તેમાં પણ ક્યાંકને ક્યાંક ર્સ્વા છુપાયેલો હોય તેવું લાગે છે. ડો.વોરાએ બ્રિટન દેશનું ઉદાહરણ આપી જણાવ્યું કે, બ્રિટન પાસે ઈનોવેશન અને ટેકનોલોજીનો જે સા અને સહકાર મળવો જોઈએ તે મળતો ની. જ્યારે ભારતમાં ટેકનોલોજી અને ઈનોવેશન દરેક ચીજ-વસ્તુઓમાં જોવા મળે છે.

‘અબતક’ની મુલાકાતે આવેલા વડાપ્રધાનના અંગત સલાહકાર એવા દિપક વોરાએ ભારતીય લોકોની માનસીકતા ઉપર પણ પ્રકાશ પડ્યો હતો અને જણાવ્યું હતું કે, લોકોને નારાજ વાનો અધિકાર છે પરંતુ નિરાશ વાનો નહીં. દેશના વિકાસ માટે આશાવાદ પણ એટલો જ જરૂરીર છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી દ્વારા જે પાંચ ટ્રીલીયન ડોલર ઈકોનોમીનું જે સ્વપ્ન જોયું હતું તે, તેમનું વિઝન હતું. પરંતુ અનેક વિધ લોકો કે જેઓ તેમની ટીકા-ટીપ્પણી કરી રહ્યાં છે કે, દેશને આર્થિક મજબૂત બનાવવા અને પાંચ ટ્રીલીયન ઈકોનોમીએ પહોંચવા માટે જે રીતે ભારત દેશ આગળ વધી રહ્યો છે તેનાી દેશનો આર્થિક વિકાસ ઈ શકે તેમ ની. ત્યારે તેઓએ મુદ્દાને નકારી કાઢયો હતો અને લોકોને આશાવાદ કેળવવાનું જણાવ્યું હતું.  તેમનું માનવું છે કે, જો કોઈ વ્યક્તિ પોતાનામાં આત્મવિશ્ર્વાસ અને સ્વાવલંબન બનવાની જિજ્ઞાસા કેળવે તો તે દિવસ દૂર નથી કે, જેનાી દેશનો વિકાસ અટકે અટવા તો કોઈ તેને રુંધી શકે. ત્યારે અનેકવિધ પ્રકારના ઉદાહરણ આપી ભારતનો મહિમા પણ જણાવ્યો હતો અને કહ્યું હતું કે, ભારત દેશ ઈચ્છે તે કરી શકવા સક્ષમ છે.

ડો.દિપક વોરાએ ભારત અને અન્ય દેશો સોના આંતરીક વ્યવહારો ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, વિશ્ર્વના તમામ દેશો ભારતની સો મિત્રતા કેળવવા માટે નગની રહ્યાં છે અને યોગ્ય તમામ પગલા ભરવા માટે તેઓ આગ મહેનત પણ કરે છે. ત્યારે અમેરિકા, રશિયા, યુનાઈટેડ કિગ્ડમ, ચાઈના આ તમામ વિશ્ર્વના દેશોની મીટ ભારત ઉપર રહેલી છે. ચાઈના માટે સૌથી મોટુ કોઈ માર્કેટ હોય તો તે ભારત છે. પરંતુ હાલ જે રીતે ચાઈના પાછળ પડી રહ્યું છે તેનાી ભારત અને ચાઈનાના સંબંધો કેવી રીતે મજબૂતાઈભર્યા બનશે તે આવનારો સમય જ જણાવશે. તેઓએ તેમની વાતચીતમાં સરકારની વિદેશ નીતિ ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો અને ભારત દ્વારા કેવી રીતે પાડોશી દેશો સો મનમેળ કરી એક જૂટ ઈ વેપાર કરવાની નીતિ ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. અંતમાં તેઓએ વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાનના વડાપ્રધાનને જે ઓફિશીયલ આમંત્રણ પાઠવ્યું હતું. તેનાથી પણ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, ભારત મીડલીસ્ટ, અફઘાનિસ્તાન જેવા દેશોને વિકસીત કરવા માટે પણ અનેક પદ્ધતિઓ અને મુદ્દાઓને ધ્યાને લઈ કામગીરી કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે ભારત દ્વારા જે ચાબહાર પોર્ટ નિર્મીત કરી તેને જે વિકસાવવા માટેના પગલાઓ લેવામાં આવે છે તે આવનારા સમયમાં ભારત માટે અત્યંત લાભદાયી નિવડશે તેમાં સહેજ પણ શંકાને સ્થાન નથી.

ભારત માટે આવનારો સમય ‘સુવર્ણ’: ડો.દિપક વોરા

‘અબતક’ના આંગણે પધારેલા વડાપ્રધાનના વિશેષ સલાહકાર તા દક્ષિણ સુદાન, ગ્યુએના-બિસાવ તા લીસોટોના વડાપ્રધાનના સ્પેશ્યલ એડવાઈઝર સાથો સાથ લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલોપમેન્ટ કાઉન્સીલના વિશેષ સલાહકાર એવા એમ્બેસેડર ડો.દિપક વોરા ‘અબતક’ના મહેમાન બન્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે, ભારત માટે આવનારો સમય સુવર્ણ હશે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, ભારત દેશ પાસે જે યુવા ધન છે તે વિશ્ર્વના અન્ય કોઈ દેશો પાસે નથી. ભારતના નવયુવાનો અન્ય દેશોની સરખામણીમાં અત્યંત કૌશલ્યવાન છે અને તે જોખમ લેવા પણ તૈયાર રહે છે. તેઓએ ઉદાહરણ આપતા કહ્યું હતું કે, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી જેવા એવોર્ડો માટે જે નામાવલી આવતી હોય છે ત્યારે આ વખતે રમત-ગમત ક્ષેત્રે નવ નામો સુચવવામાં આવ્યા હતા. અચરજની વાત તો એ છે કે, આ નવ નામ માત્રને માત્ર મહિલાઓના હોવાથી તેઓએ મહિલા ઉતન માટેના જાણે દ્વાર ખુલ્યા હોય તેવું પણ જણાવ્યું હતું. હાલ એમએસએમઈ ક્ષેત્ર જે રીતે હરણફાળ ભરી રહ્યું છે જેનાી એ વાત સ્પષ્ટ છે કે, આવનારા સમયમાં ભારત ઔદ્યોગીક ક્ષેત્રે પણ અન્ય દેશોની સરખામણીમાં આગળ જોવા મળશે. એમએસએમઈ અને એસએમઈ એકમાત્ર એવા સ્થળેથી છે કે જે સનિક ઉત્પાદનને વૈશ્ર્વિક સ્તર પર વેગ આપી શકે તેમ છે. જેી સનિક ઉત્પાદનમાં વધારો જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.