ઓખા ગુવાહાટી વચ્ચે ૧૦, પોરબંદર-શાલીમાર વચ્ચે ૧૮ ટ્રીપ થશે
કોરોનાવાયરસ આપતિ દરમિયાન, પશ્ચિમ રેલ્વેએ તેની વિશેષ ટાઇમ ટેબલ્ડ પાર્સલ ટ્રેનો દ્વારા લોકડાઉન સમયગાળા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં દવાઓ, તબીબી ઉપકરણો, તબીબી વસ્તુઓ, ખાદ્ય ચીજવસ્તુઓ હેરાફેર ચાલુ રાખ્યો છે. પરંતુ પાર્સલ ટ્રેનોની માંગ પ્રમાણે દિવસો બદલાતા ઓખા-ગુવાહાટી પાર્સલ ટ્રેન ૧૪ જૂનથી ૧ જુલાઈ ૨૦૨૦ દરમિયાન તેમજ પોરબંદર-શાલીમાર પાર્સલ ટ્રેન ૧૩ જૂન થી ૧ જુલાઈ ૨૦૨૦ દરમિયાન પરિચાલન થશે તેમ રેલવેની યાદી જાણવે છે.
ઓખા-ગુવાહાટીપાર્સલવિશેષ: ટ્રેન નંબર ૦૦૯૪૯ ઓખા-ગુવાહાટી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ઓખા થી ૧૪, ૧૭, ૨૧, ૨૪ અને ૨૮ જૂન ૨૦૨૦ ના રોજ સવારે ૦૭.૧૫ વાગ્યે ઓખા થી ઉપડશે અને ત્રીજા દિવસે સાંજે ૧૭.૦૦ વાગ્યે ગુહાહાટી પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર ૦૦૯૫૦ ગુવાહાટી-ઓખા પાર્સલ સ્પેશિયલ ટ્રેન ૧૭, ૨૦, ૨૪, ૨૭ જૂન અને ૧ જુલાઈ ૨૦૨૦ ના રોજ સાંજે ૧૬.૦૦ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે મધ્યરાત્રિએ ૦૧.૧૦ કલાકે ઓખા પહોંચશે.
આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈમાધોપુર, બયાના, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર, લખનઉ, વારાણસી, પંડિત નિદયાળ ઉપાધ્યાય જંકશન, પટણા, મુઝફ્ફરપુર જંકશન, કટિહાર, ન્યૂબોંગાઇગાંવ અને ચાંગસારી સ્ટેશનો પર રોકાશે.
પોરબંદર-શાલીમાર પાર્સલ વિશેષ:ટ્રેન નંબર ૦૦૯૧૩ પોરબંદર-શાલીમાર પાર્સલ સ્પેશિયલ ટ્રેન પોરબંદરથી ૧૩, ૧૫, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૫, ૨૭ અને ૨૯ જૂન ૨૦૨૦ એ સવારે ૦૮.૦૦ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે ૦૩.૩૦ વાગ્યે શાલીમાર પહોંચશે. આવી જ રીતે ટ્રેન નંબર ૦૦૯૧૪ શાલીમાર-પોરબંદર પાર્સલ સ્પેશિયલ ટ્રેન શાલીમારી ૧૫, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૫, ૨૭, ૨૯ જૂન અને ૦૧ જુલાઈ ૨૦૨૦ ના રોજ ૨૨.૫૦ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે ૧૮.૨૫ વાગ્યે પોરબંદર પહોંચશે.
ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, બડનેરા, નાગપુર, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા જંકશન, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટા નગર અને ખડગપુર સ્ટેશનો પર રોકાશે તેમ રેલવેની યાદીમાં જણાવ્યું છે.