નેશનલ ન્યૂઝ
રાજકોટ થી સમગ્ર સૌરાષ્ટ્રના રામભક્ત ભાઈઓ અને બહેનો અયોધ્યા દર્શન કરાવા માટે પહેલી ટુકડી “આસ્થા” ટ્રેન દ્વારા આગામી તા. ૧૧-૦૨-૨૦૨૪ રવિવારનાં રોજ વિશેષ આયોજન મુજબ પ્રસ્થાન કરશે. સમગ્ર સૌરાષ્ટ્માંથી સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ નાં કાર્યકર્તા ભાઇ- બહેનો અયોઘ્યા દર્શન કરી શકે તે માટે અયોધ્યા તીર્થક્ષેત્ર દ્વારા IRCTC નાં માધ્યમથી અયોઘ્યા દર્શન કરવા માટે આ ટ્રેન રાજકોટ જંકશન થી સવારે ૫.૪૫ વાગે રવાના થશે અને તા. ૧૪-૦૨-૨૦૨૪ નાં રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યે પરત આવશે. આ માટે એક યાત્રિક દિઠ સંપૂર્ણ યાત્રા દરમ્યાન ખર્ચ પેટે માત્ર રૂ. ૧૮૦૦ રહેશે. જેમાં રહેવા-જમવા સહિત સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકોટ રેલવે જંકશન પર આવતીકાલે સવારે ૫.૦૦ વાગે આ યાત્રીઓનું સંગીત મય ભક્તિસભર વાતાવરણમાં કુમકુમ તિલકથી અભિવાદન કરવામાં આવશે તથા યાત્રિકોની ટ્રેન શાસ્ત્રોક્ત વિધિથી પુજન પછી અયોધ્યા માટે પ્રસ્થાન કરશે આ સમગ્ર કાર્યક્રમ માટે સ્થાનિક રેલવે તંત્રનો સહયોગ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે રાજકોટ થી જનાર આ ટુકડીને વિદાય આપવા ધર્મ પ્રેમી જનતામાં ભારે ઉત્સાહની લાગણી છે . રાજકોટના આંગણે આવેલા આ દિવ્ય અવસરને સમાચાર પત્રમાં યોગ્ય સ્થાન મળે તે માટે આપના પ્રતિનિધિ ને આવતીકાલે સવારે પાંચ વાગે રાજકોટ જંક્શન રેલ્વે સ્ટેશન પર પધારવા નિમંત્રણ પાઠવીએ છીએ .