રજીસ્ટ્રેશન શરૂ: આયોજકો ‘અબતક’ના આંગણે
વાઘેશ્ર્વરી એજયુકેશન સેન્ટર તથા ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની સમાજ મહિલા મંડળ દ્વારા સમસ્ત સોની સમાજની મહિલાઓ માટે વિનામૂલ્યે સ્પોકન ઈંગ્લીશના ૧ મહિનાનાં કોર્ષનું આયોજન કરેલ છે. આજના યુગમાં અંગ્રેજી ખુબ મહત્વની ભાષા બની ગઈ છે. દરેક ક્ષેત્રમાં અંગ્રેજી અનિવાર્ય બની ગયું છે. સોની સમાજની મહિલાઓમાં પણ અંગ્રેજીનું જ્ઞાન વધે અને તે પોતાના પગભર બની શકે તે હેતુથી આ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની સમાજ મહિલા મંડળના વર્ષાબેન રાણપરા તથા તેના તમામ હોદેદારો અને વાઘેશ્ર્વરી એજયુકેશન સેન્ટરના નયન રાણપરા તથા તેના તમામ હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. મર્યાદિત સંખ્યા લેવાની હોવાની ઉમેદવારે પોતાનું નામ વાઘેશ્ર્વરી એજયુકેશન સેન્ટર પેલેસ રોડ, રામ ઔર શ્યામ ગોલા પાસે મો.નં.૯૪૦૯૭ ૪૬૩૯૩, ૯૦૩૩૩ ૩૩૦૦૮ નોંધાવવું. સોની સમાજની વધુમાં વધુ બહેનો આ વર્ગોમાં જોડાઈ તે માટે આયોજકો નયનભાઈ રાણપરા, હિરલબેન રાણપરા, ફોરમબેન સોલંકી, ચંપાબેન માંડલીયા અને નિશાબેન રાણપરાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.