સંસદના શિયાળુસત્રનો આજે ચોથો દિવસ છે. લોકસભામાં આજે પણ રાફેલ ડીલના નિયમ 193 અંર્તગત ચર્ચા ચાલુ છે. આ ચર્ચામાં સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો સિવાય રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પણ તેમનો પક્ષ મુકશે. કોંગ્રેસે ચર્ચાને ધ્યાનમાં રાખીને પાર્ટીના સાંસદો માટે વ્હિપ જાહેર કર્યું છે.
લોકસભા સ્પીકરે ટીડીપીના 10 અને AIADMKના 7 સાંસદો વેલમાં ધસી આવ્યા હોવાના કારણે તેમને 4 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સ્પીકરે સાંસદોના નામ લઈને કહ્યું છે કે, તમે લોકોએ જાણી જોઈને ગૃહની કાર્યવાહીમાં અડચણ ઉભી કરી છે. તેથી તમને સત્રના બાકી વધેલા 4 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. હોબાળા પછી સ્પીકરે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.