ત્રણ લાખથી વધુ યાત્રાળુઓએ ચાર ધામની મુલાકાત લીધી છે.કોરોનાના 2 વર્ષ બાદ ચારધામ યાત્રા શરૂ થઈ છે. ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે. વડોદરાથી પણ 25 હજાર જેટલા ભક્તો યાત્રાએ ગયા છે.તેના લીધે હરિદ્વાર થી કેદારનાથ સુધી તમામ હોટેલ અને ધર્મશાળા ફુલ થઈ જતાં હોટેલના ભાડાં બમણા કરી દેવામાં આવ્યા છે. જ્યારે હરિદ્વારથી કેદારનાથ જવા વાહન ન મળતાં યાત્રાળુ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ભોજન માટે યાત્રિકોની સુવિધા માટે હોલ્ટ પર ધાબા પણ ખોલવામાં આવ્યા છે. પરંતુ, ભોજનની ગુણવત્તા હલકી હોવાથી ધામો પાસેના યાત્રા સ્ટોપ પર ઊંચા ભાવ વસૂલવામાં આવી રહ્યા છે. જેના કારણે પ્રવાસીઓ અને પ્રવાસીઓ સૌથી વધુ પરેશાન છે.
કેદારનાથમાં હાલ સરકારી ગાઈડ લાઈન મુજબ રોજના 10 હજાર માણસોના દર્શનની કરવાની પરમિશન સામે 30 હજારથી વધુ લોકો દર્શન માટે આવતા 3 કિમી સુધી લાંબી લાઈનો લાગી છે.ઘણા ભક્તોએ બહારથીજ દર્શન કરવા પડ્યા.સ્ત્રોત અનુસાર કેદારનાથમાં 2 હજાર લોકો માટે રહેવાની જગ્યા સામે મોટી સંખ્યામાં લોકો પહોંચતાં રાત્રી રોકાણની મુશ્કેલી ઉભી થઇ છે. બપોરે 2 વાગ્યા પછી ઉપર જવાનો રસ્તો સ્થાનિક પ્રશાસન બંધ કરી દેતા હોય ભક્તોની મુશ્કેલીઓ વધી છે. રુદ્રપ્રયાગ, ગુપ્તકાશી સહિત તમામ સ્થળોની હોટલોમાં ડબ્બલ ભાડા હોવાછતાં જગ્યા મળતી નથી.
હોટેલનું ભાડું 1500 થી લઈને 4000 સુધી વસૂલવામાં આવે છે.હરિદ્વાર ની ગાડીના ભાડાં 400 થી લઈને 800 કરી દેવાયા છે.પાણીની 20 રૂપિયાની બોટેલના 100 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. ખાદ્યપદાર્થોની ગુણવત્તા પર નજર રાખવા માટે ફૂડ સેફ્ટી વિભાગ અને વહીવટીતંત્રની કોઈ વ્યવસ્થા નથી. ભોજનની ગુણવત્તા નબળી હોવાને કારણે મુસાફરોએ 80-100 રૂપિયાની એક મેગી ખાઈને પેટ ભરવું પડે છે. મોટા ભાગની હોટેલ ઢાબામાં રેટ લિસ્ટ પણ હોતું નથી.