સાગર સંઘાણી
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષાનો આરંભ થઇ ચુક્યો છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૦ની પરીક્ષાના પ્રથમ પેપરમાં આજે પ્રથમ દિવસે ૨૩૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે એક પણ કોપી કેસ નોંધાયો ન હતો.
જામનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ધોરણ ૧૦ ની પરીક્ષા અંગેની સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના ભાગરૂપે આજે ધોરણ ૧૦ ના ગુજરાતી ના પેપર માં કુલ ૧૨,૮૭૯ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી ૨૨૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, અને ૧૨,૬૫૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.
તે જ રીતે હિન્દી વિષયની પરીક્ષામાં ૮૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, અને તમામ ૮૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.ઉપરાંત અંગ્રેજીના વિષયમાં ૧,૮૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા, હતા જે પૈકી ૧૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, અને ૧,૭૯૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. આથી કુલ ૧૪,૭૯૧ વિદ્યાર્થીમાંથી ૨૩૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, અને ૧૪,૫૫૬વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, અને પ્રથમ દિવસે કોઈપણ કોપી કેસ નોંધાયો નથી. અને એકંદરે ખૂબ જ શાંતિ રીતે પરીક્ષા નો પ્રારંભ થઈ ગયો છે.