બુટલેગરના નવા કીમિયા પર પાણી ફેરવતી પોલીસ
960 બોટલ દારૂ અને ટ્રેક્ટર મળી કુલ રૂ.10.82 લાખનો મુદ્દામાલ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાની શખ્સને દબોચી લીધો
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન બૂટલેગરો દ્વારા બેફામ દારૂની હેરફેર કરવામાં આવી રહી છે ત્યારે તેના પર લગામ લગાવવા માટે પોલીસ તંત્ર ઊંધા માથે લાગ્યું છે. જેમાં આજે વહેલી સવારે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા રતનપર ગામ પાસેથી ખેતરમાં દેશી ખાતરની નીચે છુપાવવામાં આવેલી 960 વિદેશી દારૂની બોટલ સાથે એક રાજસ્થાની શખ્સની ધરપકડ કરી હતી. આ બુટલે ઘરે નવો કીમ્યો અપનાવી દારૂને છુપાવવા માટે ટ્રેક્ટર ઉપર દેશી ખાતર પાથરી દેવામાં આવ્યું હતું પરંતુ પોલીસની સુજબુજ મોટી માત્રાનો દારૂ પકડવામાં સફળ રહી હતી.
આ મામલે બનાવવાની મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ બીટી ગોહિલની ટીમના એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા અને હેડ કોસ્ટેબલ મહિપાલસિંહ ઝાલા તથા કનકસિંહ સોલંકીને મળેલી બાતમી આધારે રતનપર ગામ બસ સ્ટેશન પાસે ગીર ડેરી ફાર્મ સામે હાઇવે પર એક ટ્રેક્ટર માં દારૂ છુપાવ્યો હોવાની મળતા તેમની ટીમ દ્વારા દરૂડો પાડવામાં આવ્યો હતો જેમાં પોલીસે રાજસ્થાનના અનવર ખાન ઉર્ફે અનિલ ધૂણેખાન મીરની ધરપકડ કરી હતી પોલીસે ટ્રેક્ટરની તપાસ કરતા તેમાં દેશી ખાતર ભરવામાં આવ્યું હતું પરંતુ આ બુટલેગરે આ દેશી ખાતરની નીચે 960 વિદેશી દારૂની બોટલ છુપાવેલી રાખી હતી જે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે દેશી ખાતર પાવડા દ્વારા હટાવી તેની નીચેથી તમામ દારૂની બોટલ કબજે કરી હતી.
જેથી બુટલેગર દ્વારા અપનાવેલા નવા કીમિયા પર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પાણી ફેરવી દીધું હતું. પોલીસે અનવર ખાનની ધરપકડ કરી દારૂની 960 બોટલ ટ્રેક્ટર અને તેની ટ્રોલી તથા મોબાઇલ મળી કુલ રૂપિયા 10.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા નવા નવા કિમીઓ અપનાવવામાં આવે છે પરંતુ ગુજરાત પોલીસ દ્વારા તે નવા કીમિયાઓનો પડદાફાશ કરી દારૂ કબજે કરી લેવામાં આવી રહ્યો છે.