ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ હતો. ઉમેદવારો જનતાને આકર્ષવા માટે અલગ-અલગ રીતે ઉમેદવારી ફોર્મ ભરવા જતા હોય છે ત્યારે ગાંધીનગરમાં એક ઉમેદવારે કંઈક અલગ જ રીતે પોતાનુ ઉમેદવારીફોર્મ ભર્યું હતું.
ગાંધીનગરમાં અપક્ષ ઉમેદવાર મહેન્દ્રભાઈ સોમાભાઈ પટ્ટણી સિક્કા લઇને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા. મળતી માહિતી મુજબ તેઓ બે કોથળા સિક્કા લઈને પોતાનું પહોંચ્યા હતા અને ડિપોઝીટ પેટે બે કોથળા ભરીને છૂટા પૈસા લઈને આવ્યા હતા.
ઉમેદવારના આવા અલગ અંદાજના કારણે કુતુહલ સર્જાયું હતું. અધિકારીઓ પણ બે કોથળા ભરેલા ચિલ્લર જોઈને મુંઝાઈ ગયા હતા. તેઓએ લોકો પાસેથી એક એક રૂપિયો ઉઘરાવીને આ 10,000 રૂપિયા ભેગા કર્યા હતા અને ઉમેદવારીપત્ર ભરવા માટે આવ્યો હતા.
લોકો પાસેથી લીધો એક-એક રૂપિયો
મહેન્દ્રભાઈએ લોકો પાસેથી એક-એક રૂપિયા લીધો હતો. સિક્કા ભરેલા આ કોથળામાં 10,000 સિક્કાના 2 કોથળા ભરીને ફોર્મ ભરવા અહીં પહોંચ્યો હતો. આનું કુલ વજન 42.530 કિલોગ્રામ થયું હતું.