મહાપાલિકા આયોજિત કાર્યક્રમનું પૂર્વ મેયર જનકભાઈ કોટકના હસ્તે ઉદ્ઘાટન ૮ હજાર માળાનું વિતરણ કરાયુ
અગાઉના સમયમાં ઘરના આંગણામાં કુદા-કુદ, ઉડા-ઉડ અને ચી ચી ની કલરવ કરીને ઘરના માહોલને મનભાવન બનાવી નાખતી ચકલીઓ અત્યારે ભાગ્યેજ જોવા મળે છે. ત્યારે ચકલીઓને ફરી એક વખત આપણા આંગણે રમતી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષની માફક આ વર્ષે પણ ૨૦-માર્ચ સ્પેરો-ડે અંતર્ગત આજે સેન્ટ્રલઝોન કચેરી ખાતે મેયર ડો.જૈમન ઉપાધ્યાયનાં અધ્યક્ષ સને વિનામુલ્યે ચકલીના માળા અને પાણીના કુંડાનાં વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેનો શુભારંભ પૂર્વ મેયર જનકભાઈ કોટકના વરદ હસ્તે કરાયો હતો.
આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાશક પક્ષ દંડક રાજુભાઈ અઘેરા, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન દેવુબેન જાદવ આરોગ્ય કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દલસુખભાઈ જાગાણી, માર્કેટ કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, કાયદો અને નિયમોની કમિટી ચેરમેન અનિતાબેન ગોસ્વામી, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામકદળ કમિટી ચેરમેન જાગૃતિબેન ઘાડીયા, કોર્પોરેટર બીનાબેન આચાર્ય, અંજનાબેન મોરજરીયા, જ્યોત્સનાબેન ટીલાળા, શિક્ષણ સમિતિ સભ્ય મુકેશભાઈ મહેતા, તેમજ પૂર્વ કોર્પોરેટર શામજીભાઈ ચાવડા, રસીકભાઈ પટેલ, પ્રવિણભાઈ કિયાડા, ભાજપ અગ્રણીઓ વંદનાબેન ભારદ્વાજ, મનસુખભાઈ જાદવ, ગૌતમભાઈ ગોસ્વામી, કરુણા ફાઉન્ડેશન અને એનિમલ હેલ્પલાઈન વાળા મિતલભાઈ ખેતાણી, નવરંગ ક્લબના ભરતભાઈ સુરેજા તા રાજકોટ મહાનગરપાલિકાનાં સેક્રેટરી એચ.પી.રૂપરેલીઆ, ડે.સેક્રેટરી સી.એન.રાણપરા, આસી.મેનેજર અમિત ચોલેરા, હસમુખભાઈ વ્યાસ, રાજુભાઈ દૂધરેજિયા, જયદિપ પરમાર તેમજ બહોળી સંખ્યામાં પક્ષીપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બાહોળી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનોને તેમજ પર્યાવરણ પ્રેમીઓને માટીના માળા, પ્લાસ્ટિક કોટેડ માળા, પાણીના કુંડા વિગેરે મળી ૮૦૦૦ થી વધુ જેટલા માળાઓનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું. સવારી જ પક્ષી પ્રેમીઓ ઉપસ્તિ રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ખોડીદાસ સિંધવ, કલ્પેશ ગોહેલ, કૌશિક સોલંકી, રમેશ પરમાર, વિશાલ સોઢા, દિલીપ નકુમ, રામભાઈ, અશોકભાઈ, રાજુભાઈ, જયપાલસિંહ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,