લુપ્ત થતી ચકલીની પ્રજાતીને બચાવવાનો મહાપાલિકાનો પ્રયાસ: મેયર
ઘરના આંગણામાં કલરવ કરતું અને વહેલી સવારમાં આપણને ઉઠાડતું સુંદર અને આકર્ષક પક્ષી એટલે ચકલી. જે આજના સમયમાં ખુબ જ લુપ્ત તી જાય છે. લુપ્ત તી જતી ચકલીને બચાવવા દર વર્ષની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા ૨૦ માર્ચ વર્લ્ડ સ્પેરો ડે નિમિતે મેયર ડો. જૈમન ઉપાધ્યાયના અધ્યક્ષ સને ચકલીના માળા તા કુંડાનો નિ:શુલ્ક વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ભારત સરકારના પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારીયા, પૂર્વ ઉર્જા મંત્રી ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, પૂર્વ મેયર જનકભાઈ કોટક, ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, બાગ બગીચા ચેરમેન દેવુબેન જાદવ, કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, વિજયાબેન વાછાણી, જાગૃતિબેન ઘાડીયા, શિક્ષણ સમિતિ સભ્ય કિરણબેન માંકડિયા, મુકેશભાઈ મહેતા, ભાજપ અગ્રણી માંધાતાસિંહ, જ્યોત્સનાબેન હળવદીયા તેમજ પક્ષી પ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.
આ પ્રસંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ જણાવેલ કે, આંગણામાં જોવા મળતું નાનકડું પક્ષી ચકલી પાક માટે નુકશાનકર્તા એવી ઈયળ તેમજ મનુષ્ય માટે હાનિકારક એવા જીવજંતુઓનું ખોરાક તરીકે ભક્ષણ કરી, પર્યાવરણની સમતુલા જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે. વહેલી સવારમાં ચીં….ચીં….. કરતુ આ પક્ષી ચકલી હવે લુપ્ત તું જાય છે તેને બચાવવા માટે દેશભરમાં પર્યાવરણપ્રેમીઓ પ્રયત્નશીલ છે જેમની સાોસા રાજકોટ મહાનગરપાલિકાએ પણ કદમ મિલાવેલ છે અને છેલ્લા પાંચી વધુ વર્ષોી સેંકડો નગરજનોને હજારોની સંખ્યામાં વિનામુલ્યે ચકલીના માળા, માટીના કુંડાનું વિતરણ કરે છે. આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ૨૦૦૦ માટીના માળા, ૫૦૦૦ પ્લાસ્ટીક કોટેડ પુંઠાના માળા તેમજ ૧૫૦૦ થી વધુ પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.