ગોંડલની હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં બ્લાસ્ટ: ત્રણના મોત
વેલ્ડીંગ કામ કરતી વેળાએ તણખો ટાંકી પર પડતાં થયો બ્લાસ્ટ : એફએસએલ અને પોલીસ દ્વારા સઘન તપાસ
ગોંડલ ગોંડલ જેતપુર નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી નજીક આવેલ હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં આજ વહેલી સવારે બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં કામ કરી રહેલા ત્રણ સ્વામી કોના મોત નિપજતા દોડધામ મચી જવા પામી છે બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જય તપાસ કરતા શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે તણખો લિક્વિડ ની ટાંકી પર પડતા બ્લાસ્ટ થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પોલીસે એફ.એસ.એલ.ની ટીમને જાણ કરી બ્લાસ્ટ થવા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે
બનાવ અંગેની મળતી વિગતો મુજબ ગોંડલ હાઇવે પર આવેલ ગોમતા ચોકડી નજીક હાઈબોન સિમેન્ટ ની ફેક્ટરી માં આજરોજ વહેલી સવારે ત્રણ સામયિકો કામ કરી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના સર્જાય છે જેમાં કામ કરી રહેલા આશિષ હમીરભાઈ સોલંકી (ઉ.વ.25)નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે રાહુલ જસાભાઈ પપાનીયા ઉ. વ.22 અને અમર શિવધારા વિશ્વકર્મા ઉ. વ.33ને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં બંનેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ ગોંડલ તાલુકા પોલીસના પીએસઆઇ એસ.જી કેશવાલા તેમજ હેડ કોન્સ્ટેબલ પીબી વાલાણી સહિતના સ્ટાફને થતા એવો ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી જ્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ત્રણેય શ્રમિકો આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ કેમિકલની બેંકમાં વેલ્ડીંગ કામ કરી રહ્યા હતા ત્યારે પાસમાં પડેલા એક ટેન્કરમાં વેલ્ડીંગનો તણખો ઉડતા દુર્ઘટના સર્જાય આનો હાલ પોલીસ તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેથી દુર્ઘટના પાછળનું કારણ જાણવા પોલીસે એફ.એસ.એલ.ની ટીમને જાણ કરી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે મૃતકોમા આશિષ અને રાહુલ બંને અપરણિત હતા જ્યારે યુપીના અમરભાઈ પરણિત હોવાનું અને તેને સંતાનમાં એક દીકરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે હાલ પોલીસે મૃતકોના પરિવારજનોનો સંપર્ક સાધવાની કાર્યવાહી હાથ ધરી છે. મોટી દુર્ઘટના સર્જાતા બનાવના પગલે પોલીસ સહિત રાજકીય અગ્રણીઓ પણ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
1.આશિષ હમીર ભાઈ સોલંકી (ઉ. વ.25) રહે. દેવલપુર,ગીર સોમનાથ
2. રાહુલ જસાભાઈ પંપાળીયા (ઉ. વ.22) રહે.સુત્રાપાડા
3. અમર શિવધારા વિશ્વકર્મા (ઉ.વ.33)રહે. બલવા ગોરી ઉત્તર પ્રદેશ