સાયબર ક્રાઇમનો શિકાર બનતા દેશોમાં ભારત ટોપ ૩માં
તાજેતરમાં થયેલા સર્વે મુજબ સાયબર ક્રાઇમના શિકાર બનતા દેશોમાં ભારતનું નામ ટોપ ત્રણ દેશોમાં આવ્યું હતું. અમદાવાદના વેપારી ૫૮.૭૮ લાખની ઓનલાઇન ફોડનો શિકાર બનતા તેણે સાયબર સેલમાં ફરીયાદ નોંધાવી હતી. વેપારીનું ઇમેલ એકાઉન્ટ હેડ કર્યા બાદ સ્પેનની બેંકમાં પોતાના એકાઉન્ટમાંથી ૫૮.૭૮ લાખ મોકલવામાં આવ્યા હતા.
શાહીબાગના રહેવાસી શિવકુમાર ન્યાતીએ બાંગ્લાદેશની કંપનીને બિઝનેસ માટેનું પેમેન્ટ કર્યુ હતું. જે બેંક દ્વારા ડોલરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. પેમેન્ટ બાદ ન્યાતીને ઇ-મેલ પણ આવ્યો હતો. જયારે બાંગ્લાદેશનો સપ્લાયર ઝુબેશ હુસેનને ન્યાતી પેમેન્ટનું કરે છે ત્યારે ઝુબેર જણાવે છે કે કંપનીને પેમેન્ટ મળ્યું જ નથી. ન્યાતીએ હુસેનને ડિટેલ પણ આપી ત્યારે હુસેને જણાવ્યું કે આ ડિટેલ તેના દ્વારા મોકલાયેલી નથી. અને ત્યારબાદ બન્નેને જાણ થઇ કે કોઇ અન્ય ત્રીજી પાર્ટીએ ઇ-મેલ હેક કર્યુ છે.પેમેન્ટ યોગ્ય એકાઉન્ટમાં નહી પણ બાર્સીલોનાના એકાઉન્ટમાં જમા થયું હતું.