આકાશ ગંગાઓના કેન્દ્ર પર રહેલ સુપરમેસીવ બ્લેક હોલ સૂર્યની સરખામણીએ લાખો ગણો વિશાળ
બ્લેક હોલ એટલે શક્તિશાળી ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર જે કોઈ દ્રવ્ય નહીં પરંતુ ઠોસ ઘન પદાર્થોનું એક્ટિવ સમૂહ છે
આંતરરાષ્ટ્રીય અવકાશ યાત્રીઓની ટીમે ૮૩ સુપર મેસીવ બ્લેકહોલ શોધી કાઢયો છે જે ખૂબજ એકટીવ ન્યુકલીયર્સ પાવરથી ભરેલ છે. જયારે સુપરમેસી બ્લેક હોલમાં ગેસની પ્રતિક્રિયા થાય ત્યારે તે ચમકવા લાગે છે. બ્લેક હોલ એવા સૈદ્ધાંતિક વિસ્તાર છે જેની પાસે એટલું શક્તિશાળી ગુરૂત્વાકર્ષણ ક્ષેત્ર છે કે જો કોઈ જાતનું દ્રવ્ય અથવા કિરણોત્સર્વ એના કેન્દ્રથી અમુક અંતરથી નજીક આવે તો તેનો ખેંચાણથી છૂટી શકાય નહી તેનાથી પ્રકાશને પણ બચાવી શકાતો નથી.
હવાઈ ખાતેથી સુબા‚ નામના ટેલીસ્કોપથી જાપાનના સાયન્ટીસોએ આ બ્લેક હોલને શોધી કાઢયો છે. ખગોળ શાસ્ત્રીઓએ પૃથ્વીથી ૧૩ અરબ પ્રકાશવર્ષ દૂર ૮૩ સુપરમેસીવ બ્લેક હોલની ખોજ કરી છે. અમેરિકાના પ્રિન્સ્ટન વિશ્વ વિદ્યાલયના પ્રો.માઈક સ્ટોસે કહ્યું કે, બીગબેંગની તદ્દન નજીક વિશાળ ઘન તત્ત્વો એક્ટિવ હોવાનું સામે આવ્યું છે. શરૂઆતી બ્રહ્માંડમાં બ્લેક હોલ કઈ રીતે બની શકે આ સમજવા માટે તેમણે બ્રહ્માણ સંબંધીત મોડેલ બનાવ્યા હતા. વર્તમાન સમયમાં બ્લેક હોલની સંખ્યામાં બ્રહ્માંડમાં ખૂબજ વધારો નોંધાઈ રહ્યો છે.
આકાશ ગંગાના કેન્દ્ર પર મળનારા સુપરમેસીવ બ્લેક હોલની સરખામણી જો સૂર્ય સાથે કરવામાં આવે તો તે સુરજ કરતા લાખો ગણુ વિશાળ છે. જો કે તે સ્પષ્ટ નથી કે, સૌપ્રથમ કયારે બ્લેક હોલની નિર્માણ થયું હતું.જયારે બ્લેક હોલમાં ગેસ જમા થાય છે ત્યારે તેમાં રહેલા તત્ત્વો કવાસર માફીક ચમકવા લાગે છે તે ખૂબજ દુર્લભ અને સંવેદનશીલ છે.