૧૧-ગેરકાયદે ખાણોમાંથી ૨૭ કટર મશીન, સાત જનરેટર અને પાંચ ટ્રેકટર મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે: કરોડોની ખનીજ ચોરી પકડાઈ
રાજકોટ રેન્જના વડા સંદીપસિંઘની માફક ઓમ પ્રકાશ જાટની કામગીરીથી ખનીજ ચોરોમાં ફફડાટ
ગિર સોમનાથ જિલ્લાના જંગલ બોર્ડર વિસ્તારમાં ગેર કાયદે ધમધમ ખનીજ ચોરી પર ઇન્ચાર્જ એસ.પી. ઓમ પ્રકાશ જાટ ખુદ ત્રાટકી ૧૧ જેટલી ખાણો માંથી લાખો રૂપિયાની મશીનરી ઝડપી પાડી કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપી પાડી તંત્રની લાલ આંખથી ખનીજ માફીયાઓમાં ફફડાટ જપ્ત જવા પામી છે.
વધુ વિગત મુજબ એશિયાટોક કેસરી સિંહોનો જયા વસવાટ છે તે ગિરના જંગલને યથાવત રાખવા અને સિંહોની પ્રજાતિને બચાનવવા સુપ્રિમ કોટે દખલ ગીરી કરવાની ફરજ પડી છે તે ઇકો સેન્સીટી ઝોન અને જંગલ બોર્ડર વિસ્તારમાં રાજકીયઓથના ઇશારે અને તંત્રની મિલીભગત ખનીજ માફીયા દ્વારા લાઇમ સ્ટોનની બેફામ ચોરી કરતા હોવાની ગિર સોમનાથ જિલ્લાના ઇન્ચાર્જ એસ.પી. ઓમ પ્રકાશ જાટ પોતાની ટીમ સાથે મોડી રાત્રે ત્રાટકયા હતા.
આખી રાત ચાલેલા ઓપરેશન એસ.પી. ઓમપ્રકાશ જાટ દ્વારા એક સાથે ૧૧ જેટલી ગેર ફાયદે ખાણો પર દરોડો પાડી ૨૭થી વધુ કરરૂ મશીન, સનજ જનરેટર અને પાંચ ટ્રેકટર સહિતનો લાખોનો મુદ્દામાલ કબ્જે કરી કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.
એસ.પી. ઓમપ્રકાશના ઓચિંતા દરોડાથી રાજકીય અને ખાણ માફિયાઓની ઉંઘ ઉડાડી દીધી છે. ભલામણો માટે ગાંધીનગર સુધછ મોબાઇલની ઘટંડીઓ વાગ્યાનું સુત્રો દ્વારા જાણવા મળે છે. આ મામલે કોની કોની સામે ફરિયાદ નોંધાય છે જો સત્ય બહાર આવશ અનેક મોટા માથાના પગ નીચેથી ઘટકી સટકી જાય તો નવાય નહી.