જિલ્લામાં ભાંગી પડેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને એસપી નિલ્પ્તિ રાયે ફરી પ્રસ્થાપિત કરી
અમરેલીના સદનસીબે નિલ્પ્તિ રાય જેવા બાહોશ અધિકારી મળ્યા છે. તેમણે સાચા અર્થમાં કાયદાના રાજનું પ્રસ્થાપન કરાવ્યું છે. લુખ્ખાઓ કયાંય ગોત્યા પણ મળતા નથી.
અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચેક વર્ષથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી હતી અમરેલી સહિત આ જિલ્લાનાં દસેય તાલુકાઓમાં લુખ્ખાઓ, રોમીયો ખનન ચોરી કરનારાઓ દારૂ જુગાર, વરલી મટકાના અડ્ડાઓ ચલાવનારાઓ બેફામ બન્યા હતા.
બિટકોઈન પ્રકરણમાં આ જિલ્લાના એસ.પી. અને ક્રાઈમ બ્રાંચના પીઆઈની સંડોવણી ખૂલી અને ગુન્હો દાખલ થયો હતો બંને અધિકારીઓ હાલ જેલમાં બંધ છે.
આ જિલ્લામાં એસ.પી. તરીકે કોની નિમણુંક કરવી તેની ચર્ચા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ વચ્ચે થઈ અને સરકારે જિલ્લાની સ્થિતિનો બદલાવ લાવવા અને જિલ્લાની અંદાજીત ૧૫ લાખની માનવવસ્તી સુખ શાંતીનો અહેસાસ કરે લુખ્ખાઓ ભૂમાફીયાઓનો ત્રાસ દૂર થાય તે માટે નિલિપ્તરાયની નિમણુંક અમરેલી ખાતે કરી હતી.
ત્રણેક દિવસ પહેલા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ગોસાઈ એ ભાવનગર રેન્જ આઈ.જી. પાસે ફરિયાદ કરી કે મારામારી કેસના એક આરોપીની રીમાન્ડ ન મળતા એસપીએ મને પટા વડે ઢોર મારમાર્યો અને તે ભાવનગરની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ પણ થઈ ગયા આ બનાવ પછી આ પીએસઆઈની જિલ્લા બહાર બદલી કરી નાખવામા આવી છે. જાણકારો કહે છેકે એસ.પી.ને માનસીક રીતે અલગ પાડવામાં આ વિવાદાસ્પદ ફોજદારે આવી હલકી કક્ષાનું નાટક કર્યું છે. આ બનાવ પરથી સમગ્ર અમરેલી જીલ્લામાં એસ.પી. એ કરેલી અસામાજીકો વિરૂધ્ધની કાર્યવાહીને જિલ્લાભરની આમ જનતાએ વખાણી આજિલ્લાની ૧૫ લાખની માનવવસ્તી એવું ઈચ્છે કે આ જિલ્લાના સદનસીબે નિલિપ્ત રાય જેવા બાહોશ અધિકારી વર્ષો પછી મળ્યા છે.