એક પોલીસ અધિકારીનું અનાથોને જોઈ હૃદય પીગળી ગયું: ચાર બાળકોને દત્તક લેવાની દાસ્તાન
પોલીસ ઓફિસ બહાર લટકતા મેં આઈ હેલ્પ યુ ના પાટીયા માત્ર દેખાવ પૂરતા નથી હોતા. પોલીસના શરીરમાં પણ માનવતા ભરેલું હૃદય હોય છે તાજેતરમાં જ બોટાદમાં સર્જાયેલી લઠ્ઠાકાંડની કરુણાન્તીકામાં નોધારા બનેલા ચાર ચાર બાળકોને દત્તક લઈ એસપી કરણરાજ વાઘેલાએ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે .બોટાદ પંથકમાં થયેલા લઠ્ઠાકાંડ કેસમાં નોંધારા બનેલા બાળકોને પોતિકા બનાવવાનું શ્રેય કરણરાજ વાઘેલા એ લીધું છે .
25 જુલાઈએ ઝેરી દારૂ પીને ભોગ બનેલા દર્દીઓ બરવાળા અને રાણપુર પંથકમાં મોત ની આગોશમાં સમાવવા લાગ્યા ત્યારે કોઈને ખબર ન હતી કે 20 રૂપિયાની દારૂની પોટલી અનેક માટે જીવલેણ બનશે. થોડી વારમાં તો 50 જેટલી એમ્બ્યુલન્સ ની દોડાદોડી શરૂ થઈ ગઈ આ અંગે એસપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે લઠ્ઠાકાંડના સંદેશો આવતા જ તંત્ર કામે લાગી ગયું હતું અને લોકોને બચાવવા માટે કામે લાગી ગયા તેમ છતાં જિલ્લામાં 40 જેટલા મૃત્યુ થઈ ચૂક્યા હતા.ઘટના સમયે જાણ થઈ કે 4 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી તે તમામ બાળકોને રૂબરૂ હું મળ્યો ત્યારે જાણવા મળ્યું કે માતાના મૃત્યુ બાદ પિતાની પણ છત્રછાયા આ બાળકોએ ગુમાવી છે.ત્યારેજ મેં નિર્ણય કર્યો કે આ ચારેય બાકોને હું દત્તક લઈશ.પોલીસ અધિકારીઓ અને કર્મીઓ પણ એક માણસ છે અને તેઓમાં પણ એક માનવતાનું હૃદય ધબકતું હોઈ છે.
પત્નીના મૃત્યુ બાદ 4 બાળકો પિતાના હવાલે હતા,લઠ્ઠાકાંડમાં પિતાના મૃત્યુ બાદ એસપી બન્યા અનાથ બાળકોના નાથ
લઠ્ઠા કાંડમાં કનુભાઈ શેખલીયા એ પણ જીવ ગુમાવ્યો હતો પત્નીના મૃત્યુ બાદ બાળકો પિતાના હવાલે હતા અને તે પણ મોતને ભેટતા બાળકો નોંધારા બની ગયા હતા. આ વાતની જાણ જ્યારે એસપી કરણરાજ વાઘેલાને થઈ ત્યારે તેમણે રેન્જ આઈ.જી. અશોક યાદવ સમક્ષ આ નોંધારા બનેલા બાળકોને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી. તાત્કાલિક કરણરાજ વાઘેલાએ આ નિર્ણયનો અમલ કર્યો અને બાળકોને દતક લઈ ઉમદા માનવતાનું કાર્ય કર્યું હતું. પોલીસે નોંધારા બનેલા પરિવારના મકાનો માટે પણ બિલ્ડરોનો સહકાર લીધો. આમ એક ઉમદા પોલીસ અધિકારી, માનવતાનું કાર્ય પણ કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ એસપી કરણરાજ વાઘેલાએ આપ્યું હતું