અનેક ચકચારી કેસ જંયતી ભાનુશાળી, સંજીવ ભટ્ટ, ટાડા સહિતના કેસમાં સરકાર તરફે રોકાયા છે
રાજકોટના જાણીતા અને યુવા એડવોકેટ તુષાર ગોકાણીની સૌરાષ્ટ્રમાં ગુજસીટોકના કેસમાં સ્પે. પીપી તરીકે રાજયના કાયદા વિભાગ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા તાજેતરમાં કાયદામાં સુધારો કરી સંગઠીત થઇ સમાજમાં ધાક જમાવતી ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં સોનુ ડાંગરની ગેંગ સામે, રાજકોટ શહેરમાં ભીખુ રાઉમાની ગેંગ સામે, જામનગરમાં ભુ માફીયા જયેશ પટેલની ગેંગ, સુરેન્દ્રનગરની ગેડીયા ગેંગ અને રાજકોટ જિલ્લાના ગોંડલની નિખીલ દોંગાની ગેંગ સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામી કાર્યવાહી કરી છે. રાજયના કાયદા વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ૫ જિલ્લામાં ગુજસીટોક હેઠળ ગુનાઓ નોંધાતા જે કેસ રાજકોટની સ્પે. કોર્ટમાં ચલાવવા કરેલા આદેશ બાદ આજે કાયદા વિભાગ દ્વારા રાજકોટના યુવા એડવોકેટ તુષાસ ગોકાણીની સ્પે. પીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તુષાર ગોકાણીની અગાઉ સ્પે. પીપી તરીકે જયતિ ભાનુશાળી, સંજીવ ભટ્ટ, ૧૯૯૩ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી મમુમીયા પંજુમીયા સહિતના અનેક ચકચારી કેસમાં રોકાયા છે. ત્યારે કાયદા વિભાગ દ્વારા વધુ એક મહત્વના કેસમાં નિમણૂક કરવામાં આવી છે.