Abtak Media Google News
  • ચૂંટણીમાં પ્રસંશનિય કામગીરી કરનાર
  • એસ.પી. કચેરી ખાતે રેન્જ આઇપી અશોકકુમાર યાદવને ગાર્ડ ઓફ ઓર્નર આપી સ્વાગત કરાયું

રાજકોટ રેન્જ ના આઈ.જી. અશોકકુમાર યાદવ જામનગરની મુલાકાતે આવ્યા હતા, અને ખાસ કરીને જામનગર ગ્રામ્ય વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ વગેરેને લોકસભાની ચૂંટણી દરમિયાન કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવ આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે જામનગરના એસ.પી. ની કચેરીમાં

તેઓનું ગાર્ડ ઓફ ઓર્નર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ તથા અન્ય અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપીને સન્માન કરાયું હતું.

રાજકોટ રેન્જ ના આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર તેમજ જામનગર ગ્રામ્ય વિભાગના પોલીસ ડિવિઝન ની મુલાકાત લેવામાં આવી હતી. તેઓ દ્વારા લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રસંશનિય કામગીરી કરવા બદલ પોલીસ અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુને સૌપ્રથમ પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા હતા. ત્યારબાદ આઈજી. અશોક કુમાર યાદવ દ્વારા જામનગર ગ્રામ્યના ડી.વાય.એસ.પી. ઉપરાંત અલગ અલગ ડિવિઝનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ, એ.એસ.આઈ.,હથિયાર ધારી અને બિન હથિયારધારી પોલીસ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ તેમજ મહિલા પોલીસ અધિકારી- કર્મચારીઓને પણ પ્રશસ્તીપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અશોકકુમાર યાદવે તાલીમ ભવન-પુસ્તકાલય વગેરેની લીધી મુલાકાત

રાજકોટ રેન્જ ના આઈ.જી અશોકકુમાર યાદવ જામનગરના મહેમાન બન્યા હતા,  તેઓએ જામનગરના જુદા જુદા વિભાગોમાં પણ મુલાકાત લીધી હતી. આઇ.જી. અશોકકુમાર યાદવે જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં ચાલી રહેલા તાલીમ ભવનની મુલાકાત લીધી હતી, અને તાલીમ મેળવી રહેલા પોલીસ સ્ટાફ વગેરે ની પૂછપરછ કરી હતી, અને તમામ વિગતો જાણી હતી. આ ઉપરાંત તેઓએ પોલીસ હેડક્વાર્ટર માં આવેલા વાંચનાલય- પુસ્તકાલયની પણ મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓએ પોલીસ હેડક્વાર્ટર માં ડેવલપ પામેલા ગાર્ડનની મુલાકાત લઈને પ્રભાવિત થયા હતા. ઉપરાંત તાજેતરમાં જ નિર્માણ પામેલા ક્રિકેટ સ્ટેડિયમની પણ મુલાકાત લીધી હતી. તેઓની સાથે જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ તથા અન્ય પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા.

જામજોધપુરના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજાને સન્માનીત કરાયા

જીલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોતાના કાર્યો પ્રત્યે નિષ્ઠાવાન તેમજ હંમેશા જોશ અને જુસ્સા સાથે પોતાના કાર્યમાં અગ્રેસર રહેનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરબતસિંહ જાડેજાને રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ દ્વારા પ્રોહી જુગારના ગણના પાત્ર કેશો તથા એન.ડી.પી.એસ.ના કેશો તથા ચોરીના અનડિટેકટ ગુના શોધી કાઢવા બદલ પ્રસંશા પત્ર આપી સન્માનીત કરાયા હતા.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.