રેલવેએ 7 જુલાઇથી રાજકોટ ડીવીઝનના આઠ સ્ટેશનો પર સ્પેશ્યલ ટ્રેનોમાં વધારના સ્ટોપ આપવા નિર્ણય કર્યો છે. જેમાં થાન, ભકિતનગર, હાપા, ખંભાળીયા, પડધરી, જામવંથલી, કાનાલૂસ અને મીઠાપુરનો સમાવેશ કરાયો છે. તેમ રાજકોટ ડીવીઝનના સીનીયર ડીસીએમ અભિવન જૈફએ જણાવ્યું હતું.
થાન સ્ટેશને સોમનાથ- જબલપુર સ્પેશ્યલ બપોરે 3.06 મીનીટે આવશે. અને 3.08 ઉપડશે. જબલપુર-સોમનાથ સ્પેશ્યલ સવારે 11.15 આવશે અને 11.57 ઉપડશે.
ભકિતનગર સ્ટેશન પર વેરાવળ-તિરુવનંતપુરમા સેન્ટ્રલ સ્પેશ્યલ સવારે 10.15 આવશે. અને 10.17 ઉપડશે તિરૂવનતપુરમ સેન્ટ્રલ વેરાવળ સ્પેશ્યલ સવારે 11.56 આવશે. અને 11.57 ઉપડશે.
વેરાવળ બાન્દ્રા સૌરાષ્ટ્ર જનતા સ્પેશ્યલ બપોરે 2.54 આવશે અને 2.54 ઉપડશે. બાન્દ્રા-વેરાવળ જનતા સ્પેશ્યલ વહેલી સવારે 3.47 આવશે અને 3.49 ઉપડશે.
હાપા સ્ટોદપ પર ઓખા-પુરી સ્પેશ્યલ રાત્રિના 9.35 આવશે અને 9.37 એ ઉપડશે પુરી-ઓખા સવારે 6.45 આવશે 6.47 ઉપડશે.
પોરબંદર-દિલ્હી સરાઇ રોહિલ્લા સ્પેશ્યલ રાત્રે 10.23 આવશે અને 10.24 ઉપડશે. દિલ્હી સરાઇ રોહિલ્લા પોરબંદર સ્પેશ્યલ નું આગમન સવારે 5.57 આવશે અને પ.59 ઉપડશે.
ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ સ્પેશ્યલ બપોરે 1.51 તથા 1.53 ઉપડશે. મુંબઇ સેન્ટ્રલ ઓખા સૌરાષ્ટ્ર મેલ સ્પેશ્યલ સવારે 11.03 આવશે અને 11.05 ઉપડશે.
ખંભાલીયા સ્ટેશન પર ઓખા પુરી સ્પેશ્યલ ટ્રેન રાત્રે 8.12 આવશે તથા 8.14 ઉપડશે.
પુરી-ઓખા સ્પેશ્યલ સવારે 7.54 આવશે. અને 7.56 ઉપડશે.
પડધરી સ્ટેશન પર ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ સ્પેશ્યલ બપોરે 2.45 આવશે તેમ 2.46 ઉપડશે મુંબઇ સેેન્ટ્રલ ઓખા સૌરાષ્ટ્ર મેલ સ્પેશ્યલ સવારે 10.07 આવશે અને 10.08 ઉપડશે.
જામવંથલી સ્ટેશન પર ઓખા-મુંબઇ સેેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ સ્પેશ્યલ બપોરે 2.20 આવશે અને 2.21 ઉપડશે મુંબઇ સેન્ટ્રલ ઓખા-સૌરાષ્ટ્ર મેલ સવારે 10.35 આવશે તથા 10.36 ઉપડશે.
કાનાલૂસ સ્ટેશન પર ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ સ્પેશ્યલ બપોરે 1.02 આવશે અને 10.3 ઉપડશે મુંબઇ સેન્ટ્રલ ઓખા સૌરાષ્ટ્ર મેલ સ્પેશ્યલ સવારે 11.47 આવશે અને 11.48 ઉપડશે.
મીઠાપુર સ્ટેશન પર ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ સ્પેશ્યલ સવારે 11.15 આવશે અને 11.16 ઉપડશે મુંબઇ સેન્ટ્રલ ઓખા સૌરાષ્ટ્ર મેલ સ્પેશ્યલ બપોરે 2.21 આવશે તથા 2.22 ઉપડશે.
ટ્રેનની વિશેષ માહીતી માટે રેલવે વેબસાઇટ મેઇ શકાશે.