ભારત સાથે વ્યાપારીક સંબંધો વધૂ મજબુત કરવા એશીયન દેશો તત્પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આરસીઈપી સંગઠનમાંથી દૂર રહેવાના નિર્ણયે આશ્ર્ચર્ય સર્જયું હતુ પરંતુ આ સંગઠનમાંથી દૂર રહીને ભારત તેના વાણિજય વિકાસ માટે વધુ સારા વિકલ્પ પર નજર રાખી રહ્યું છે. આરસીઈપીમાંથી દૂર રહીને ભારત દક્ષિણ પૂર્વ એરિયા બિઝનનેશ કોરિડોરને વિકસીત કરીને બંગાળના આખાતથી દિલ્હીના જોડાણ કરી ભારત દક્ષિણ પૂર્વ એશિયાના થાઈલેન્ડ અને મ્યાનમાર સહિતના પાંચ એશિયાન દેશો સાથે ભારત વેપાર વધારવા જઈ રહ્યું છે.
ભારત દ્વારા પૂર્વ પશ્ર્ચિમ ઈકોનોમિક કોરિડોરનું થાઈલેન્અને મ્યાનમાર વચ્ચે થોડા અઠવાડીયા પહેલા શરૂ થયેલા વ્યવહારથી ભારતનો વ્યાપાર કંબોડિયા, વાઓસ, મ્યાનમાર, થાઈલેન્ડ અને વિયાતનામ જેવા દેશોમાં ભારતનો વેપાર વધારીને ચીન પરની નિર્ભરતા ઘટાડવામાં આવશે. આપણે વ્યાપાર માટે ચીન પરની નિર્ભર ન રહેવું પડે તેવી આગોતરી વ્યવસ્થા તરફ ભારત ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અને બંગાળના આખાત તરફ થઈને એશિયાના પાંચ દેશો સાથે ભારતનો વ્યાપાર વધી રહ્યો છે. બીજી કક્ષામાં માએઝ નદી ઉપરના થાઈ-મ્યાનમારની મંત્રીને મ્યાનમારના પૂર્વની મ્યાવડી અને થાઈલેન્ડના પશ્ર્ચિમના માએસેટ જિલ્લાના કોરીડોર થકી ૧૪૦ મીલીયન ડોલરના વ્યાપાર અને ચીજ વસ્તુઓનાં આદાનપ્રદાનનો નવો વ્યવહાર આ નવા રસ્તે વિકસાવવામા આવી રહ્યો છે. ભારત માટે પૂર્વ પશ્ર્ચિમના આ કોરિડોર, પ્રોજેકટના ૧૭૦૦ કિ.મી. લાંબા ઉતર પશ્ર્ચિમ એશિયાન દેશોનાં લાઓસ અને થાઈલેન્ડથી થઈને વિયેતનામ થી મ્યાનમાર પર જતા રસ્તા માટે બંગાળની ખાડી સાથેનો વ્યાપાર ભારતને ખૂબજ ફાયદારૂપ થશે અને ચીન પરની નિર્ભરતા ઓછી કરવામાં મદદરૂપ થશે.
ભારત ઈરાનમાં ઉભા કરેલા ચાબહાર બંદરની જેમ મ્યાનમારમાં સીટવેબંદરનો વિકાસ કરશે જેનાથી મિઝોરમ રાજયમાં થઈને પરિવહન વ્યવસ્થામાં ભારત અને થાઈલેન્ડ વાયામ યાનમાર થઈને ૨૦૨૦ સુધીમાં થાઈલેન્ડ સાથે રોડ રસ્તે જોડાઈ જશે. ભારત અને થાઈલેન્ડ એ ભારત પ્રશાંત ક્ષેત્રના વ્યાપારને વધુ વિસ્તારવા માટે પરસ્પરના સહયોગના કરારો કરી દીધા છે. ભારત દ્વારા આંદામાન નિકોબાર ટાપુઓ, ઈન્ડોનેશિયા સાથેના સમૃધ્ધિ વ્યવહાર માટે અબાંગબંદરનાં વિકાસનો પ્રોજેકટને હાથ ધરીને વર્તમાન ગંગા મકોંગ પ્રદેશના સમૃધ્ધિ જોડાણનો વિકાસ કરીને પાંચ એશિયા દેશો સાથે વ્યાપાર વધારવા વધુ સુદ્દઢ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
ભારત સરકાર પૂર્વોતર જળ પરિવહન નેટવર્કને સુદ્દઢ કરવા માટે ગંગા બ્રહ્મપુત્રા, બ્રહ્માણી અને અન્ય પ્રાદેશિક જળમાર્ગોને વિકસીત કરીને બંગાળના અખાત સાથે પ્રાદેશિક જળમાર્ગનો જોડાણ કરીને એક સુનિયોજીત પરિવહન વ્યવસ્થા ઉભી કરવાનું લક્ષ્ય ધરાવે છે.
આંતરરાષ્ટ્રીય સાર્વજનીક જળમાર્ગ નિતિવિષયક સંસ્થાના કાર્યવાહક મહાનિર્દેશક વિપુલ ચેટર્જીએ જણાવ્યું હતુ કે બંગાળના આખાત સાથે જોડાયેલા દેશો સાથે ભારતનો વ્યવહાર સરળ અને સહજ બનશે.
પૂર્વોત્તર મ્યાનમાર પશ્ર્ચિમ જગતના છેડાને જોડતો અને પૂર્વ પશ્ર્ચિમ ઈકોનોમીક કોરિડોરના પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે. અને તેથાઈલાવા સાથે જોડાઈને જાપાનના સહયોગથી ત્યાય ટોરેટોના ઊત્પાદક અકેમનું નિર્માણ કરી રહ્યું છે. આમ ભારત વિશ્ર્વના વિકસિત દેશો સાથે જળમાર્ગ અને ભૂમિમાર્ગના રસ્તાઓથી જોડાઈ જશે. પશ્ર્ચિમ આર્થિક સેતુ જેવા ડબલ્યુઈસી પ્રાદેશિક જોડાણના ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના આ હાઈવેથી મ્યાનમાર થાઈલેન્ડની સરહદો ઉત્તર પૂર્વ ભારતને મ્યાનમાર થાઈલેન્ડ સાથે ટ્રાન્સપોટેશનને વધુ સરળ બનાવી દેશે મ્યાનમાર અને થાઈલેન્ડ વચ્ચેના સેતુના દ્વાર ખૂલી જતા સીમાપારની પરિવહન સમજૂતીઓ મુજબ બંને તરફથી વહાન વ્યવહારને મંજૂરી મળી જશે અને આ દેશો લોજીસ્ટીક કંપનઓને એના પરવાના આપશે કે જે થીલાવાસેઝ અને લાએમચબંગ બંદર જેવા થાઈલેન્ડના સૌથી મોટા બંદર ઉપર સીધા જ વાહનો લઈજઈ શકશે. વિયેતનામ, લાઓસ અને થાઈલેન્ડ ને જોહતા આંતરીક રસ્તાઓનું પણ નિર્માણ ચાલી રહ્યું છે. મ્યાનમારનાં સરહદીય વિસ્તારમાં રસ્તા નિર્માણનું કામ ભારે ઝડપથી આગળવધી રહ્યું છે. બે વર્ષ પહેલા જ ૯૦ કીમીના રસ્તા બનાવવાન કામો શરૂ થઈ ગયા છે. અને સંભવિત રીતે ૨૦૨૧ સુધીમાં આ રસ્તો બની જતા થાઈલેન્હથી મ્યાનમાર પહોચવા માટે ૨૪ કલાકથી પણ ઓછો સમય લાગશે.