મોરબી એસ.પી. ડી.વાય.એસ.પી, ભરૂચ ક્રાઈમબ્રાંચ પી.આઈ. સહિતનાઓને એવોર્ડથી ડીજીપી દ્વારા નવાજવામાં આવ્યા
રાજયમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોતાની સારી કામગરી બીરદાવા માટે રાજય સરકાર દ્વારા તેમને ડીજીપી એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટના એસ.પી. જયપાલસિંહ રાઠોડ, મોરબી એસ.પી. અને ડીવાયએસપી સહિતના કુલ 110 અધિકારીઓ અને કર્મચારીઓને ડીજીપી ડિસ્ક એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા.
રાજયના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ડીજીપી ડિસ્ક એવોર્ડ માટે સારી અને પ્રશંસનીય કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓની દરખાસ્ત ડીજીપી કચેરીએ મોકલાઈ હતી. આ દરખાસ્ત અંગે ગૃહ વિભાગની કમિટી દ્વારા કામગીરીનું અવલોકન કરાયું હતું. જેમાં કુલ 110 અધિકારીઓ અને કર્મચારીઓને સારી કામગીરી અનુસંધાને એવોર્ડ અપાયા હતા. રાજ્યમાં કુલ 110 અધિકારીઓ અને કર્મચારીઓનું સારી કામગીરી અનુસંધાને ડીજીપી ડિસ્ક એવોર્ડ એનાયત કરી સન્માન કરાયું હતું. ડીજીપી આશિષ ભાટિયા દ્વારા સન્માન કરી આ એવોર્ડ એનાયત કરાયો હતો.
જેમાં પોલીસ મહાનિર્દેશક અને સુરત કમિશ્નર અજયકુમાર તોમર, અધિક પોલીસ મહાનિર્દેશક વડોદરા કમિશ્નર ડો. શમશેર સિંઘ, ડો.કે.એલ.એન.રાવ તેમજ સાત પોલીસ મહા નિરીક્ષક, પાંચ પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક અને 13 પોલીસ અધિક્ષકને એવોર્ડ અપાયો હતો. જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, વડોદરા રેન્જ આઇજી સંદિપ સિંઘ, અમદાવાદ ક્રાઇમ વડા પ્રેમવીર સિંઘ, કચ્છ આઇજી જશવંત મોથલિયા તેમજ 13 પોલીસ અધિક્ષકમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી, રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડ, એટીએસ એસપી સુનીલ જોશીનો પણ સમાવેશ કરાયો છે.
જેમાં મોરબી ડીવાયએસપી પ્રતિપાલ સિંહ ઝાલા સહિત રાજ્યના 12 બિન હાથીયારી ડીવાયએસપી, 04 હથિયારી ડીવાયએસપીનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત મોરબી એસીબી પીઆઈ જે.એમ આલ સહિત 12 બીન હથિયારી પીઆઈ, 02 હથિયારી પીઆઈ અને 01 વાયરલેસ પીઆઈ મળી કુલ 15 પીઆઈનો સમાવેશ કરાયો છે. આ સિવાય 17 પીએસઆઈ, 08 એએસઆઇ, 02 ટેકનિકલ ઓપરેટર, 10 હેડ કોન્સ્ટેબલ અને 12 કોન્સ્ટેબલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એવોર્ડ કોને મળે છે ?
પોલીસ અધિકારી અને કર્મચારીઓને રાજ્યના પોલીસ વડા તરફથી ખાસ પોલીસ ચંદ્રક ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એનાયત કરવામાં આવે છે. સ્વચ્છ સર્વિસ રેકોર્ડ, સાહસ અને વીરતાનું વિશેષ કામ, નવતર અભિગમ જેવા વિવિધ પાસા ને ધ્યાનમાં લઈને તેમને ચંદ્રક એનાયત કરવામાં આવે છે. રાજયમાં કોઈ પણ તહેવાર, બંદોબસ્ત, આંદોલનમાં કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા રાજ્યના પોલીસ અધિકારીઓ અને જવાન ખડે પગે ઉભા હોય છે. આ ઉપરાંત કુદરતી આફતોના સમયે પણ રાજયની પોલીસ સાહસપુર્વક પ્રશંસનીય કામગીરી કરે છે.
રાજ્યની પોલીસની આ ઉત્તમ કામગીરીને બિરદાવવા તેમજ પોલીસનું મનોબળ વધારવા માટે રાજ્યના પોલીસ વડા તરફથી ડીજીપી કમેન્ડેશન ડિસ્ક ચંદ્રક આપવાની પહેલ શરૂ કરાઈ છે. ઉમદા કામગીરી, સ્વચ્છ સર્વિસ રેકોર્ડ જેવા પાસાઓ અને કાબેલિયતને ધ્યાનમાં લઈને આ વર્ષે રાજ્યના કુલ 110 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને ડીજીપી એવોર્ડ સાથે નવાજવામાં આવ્યા હતા.