ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ વધુ પડયો હોવાથી ૪૫૦૦ હેકટરમાં વધુ વાવેતર કરાયું
રાજયભરમાં વરસાદની પધરામણી સારી હોવાના લીધે ખેડુતોમા ખુશી છવાઈ હતી. જયારે ગત વર્ષ કરતા આ વર્ષે વાવેતરમાં પણ વધારો થયો હોવાનું રાજકોટ જીલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.
રાજકોટ જીલ્લામાં કુલ ૫,૩૬,૯૭૦ હેકટર વાવેતર વિસ્તાર છે. જેનાથી ૫,૩૬.૩૮૯ હેકટરમાં વાવેતર આ વર્ષે કરવામાં આવ્યું છે. જે ગત વર્ષ કરતા ૪૫૦૦ હેકટર વધુ છે. જેનું કારણ આ વર્ષે વધુ વરસાદ પડયો હોવાના લીધે જણાઈ રહ્યું છે. રાજકોટ જીલ્લાના ખેતીવાડી અધિકારી ટીલવાના જણાવ્યા અનુસાર રાજય સહિત રાજકોટ જીલ્લામાં વધુ પડતુ મગફળી અને કપાસનું વાવેતર ખેડુતો દ્વારા કરવામાં આવે છે.
રાજકોટ જીલ્લામાં આ વર્ષે મગફળીનું ૨,૬૨,૭૫૬ હેકટરમાં તથા કપાસનું ૨,૩૮,૬૪૩ હેકટરમાં બાજરીનું ૧૧૨૧, હેકટરમાં મકાઈ ૪૦ હેકટરમાં, તુવેર ૩૧૭૩ હેકટરમાં, મગ ૧૨૬૦ હેકટરમાં, મઠ ૯૨ હેકટરમાં અડદ ૧૦૩૭ હેકટરમાં અન્ય કઠોળ ૨૪૭ હેકટરમાં તથા તલનું વાવેતર ૧૧૯૭ હેકટરમાં દિવેલાનું ૮૫૪૬ હેકટરમાં સોયાબીન ૩૬૦ હેકટરમાં, શાકભાજી ૬૩૮૪ હેકટરમાં તથા ઘાસચારો ૧૧૪૫૯ હેકટર અને શેરડીનું ૭૪ હેકટર વાવેતર મળીકુલ ૫,૩૬,૩૮૯ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.