PM મોદીના વિદેશ પ્રવાસ સાથે આપણા વિદેશી સંબંધમાં પણ વધારો અને તેની સકારાત્મક અસર દેખાવાની શ‚ થઇ ગઇ છે. વિશ્ર્વના અનેક દેશોએ પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં વ્યવસાયીક રોકાણ કરવાના નિર્ણય પર ફરી વિચારણા ચાલુ કરી છે. દક્ષિણ કોરિયાની ટાયલીમ ઇન્ડસ્ટ્રીયલ કં૫ની લીમીટેડ પાકમકાં પોતાના રોકાણ પર ફરી વિચારવાનું શ‚ કરી દિધું છે.
ટાપલિમએ pokમાં જેલમ નદીના તટ પર મુજફફરાબાદમાં ૫૦૦ મેગાવોટનો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ વિકસીત કરનારી કં૫નીઓના સંઘની કં૫ની છે.
pok માં રોકાણ કરવાના નિર્ણય પર કરી ચર્ચા કરતી આ એક કં૫ની નથી પરંતુ ટાયલીમની સાથે એશીયન ડેવલપમેનટ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન અને એક્ઝિયુમ બેંક ઓફ કોરિયાએ પણ pok ના રોકાણને લઇને અસમર્થતા દર્શાવી છે આ ઉપરાંત દક્ષિણ કોરીયાની ઘણી કંપની pokના રોકાણને લઇ અસમર્થ અને ફરી વિચારણા કરી રહી છે.