ભારતીય રેલવેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (આઈઆરસીટીસી) દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત દક્ષિણ દર્શન યાત્રા માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જે 20.01.2024 ના રોજ રાજકોટ શહેરથી દક્ષિણ દર્શન યાત્રા માટે રવાના થશે.

દક્ષિણ દર્શન યાત્રા દરમિયાન કાંચીપુરમ, ક્ધયાકુમારી, તિરૂવનંતપુરમ, રામેશ્વર, મદુરાઈ અને તિરૂપતિ જેવા ધાર્મિક સ્થળાએે લઈ જશે

આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ 20 જાન્યુઆરી 2024 થી 30 જાન્યુઆરી 2024 સુધીની રહેશે. આ દક્ષિણ દર્શન યાત્રા દરમિયાન આઈઆરસીટીસી કાંચીપુરમ, ક્ધયાકુમારી, તિરુવનંતપુરમ, રામેશ્વરમ, મદુરાઈ અને તિરુપતિ જેવા ધાર્મિક સ્થળોએ લઈ જશે. આઈઆરસીટીસી તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. આ અંતર્ગત, આ પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં સુપિરિયર ક્લાસ- 2એસી માટે રૂ. 49,500/-, કમ્ફર્ટ ક્લાસ -3અઈ માટે રૂ. 35,500/- અને ઈકોનોમી ક્લાસ – (સ્લીપર) માટે રૂ. 22,000/-ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં આઈઆરસીટીસી દ્વારા એલટીસી સુવિધા પણ આપવામાં આવી રહી છે. 20 જાન્યુઆરી, 2024ના રોજ ચાલનારી આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુના અને સોલાપુરથી બેસી શકશે.

આઈઆરસીટીસી દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટૂર પેકેજમાં સવારનો નાસ્તો, લંચ અને ડિનર ઑન બોર્ડ અને ઑફ બોર્ડ શુદ્ધ શાકાહારી ભોજન આપવામાં આવશે. પ્રવાસની માહિતી આપવા માટે આ ટ્રેનમાં જાહેરાતની સુવિધા ઉપલબ્ધ છે.ટ્રેનના દરેક કોચમાં એસ્કોર્ટ અને સિક્યોરિટી ગાર્ડ પણ ઉપલબ્ધ રહેશે. આઈઆરસીટીસી દ્વારા આ પ્રવાસમાં મુસાફરોનો વીમો પણ સામેલ છે.

આ ટ્રેનનું બુકિંગ શરૂ થઈ ગયું છે, રસ ધરાવતા પ્રવાસીઓ આઈઆરસીટીસીવેબસાઇટ (irctctourism.com) પર અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે. આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ઓફિસનો સંપર્ક કરી શકો છો. આ માટે મુસાફરો વોટ્સએપ અથવા ફોન નંબર:- 9321901849, 9321901851, 9321901852 પર સંપર્ક કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.