નવસારીમાં ૨, ઉકાઈમાં ૨.૭ અને ૨.૨ની તિવ્રતામાં આંચકાથી લોકોમાં ભયનું લખલખુ
દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના ત્રણ આંચકાથી ધરા ધ્રુજી ઉઠી છે. ગઈકાલે નવસારીમાં ૨ની તીવ્રતાનો ત્યારબાદ ગત મોડી રાતે ઉકાઈમાં ૨.૭ની તીવ્રતાનો અને ૨.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જોકેઆ ભૂકંપના આંચકાથી કોઈ મોટી નુકશાની નોંધાઈ હોવાનું હજુ સુધી બહાર આવ્યું નથી.
દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી ગત મોડી રાત સુધીમાં ભૂકંપના ત્રણ આંચકા નોંધાયા છે. જેમાં પ્રથમ ૨ની તીવ્રતાનો ભૂકંપ ગઈકાલે ૧૧.૫૫ દરમિયાન નોંધાયો હતો. જેનું કેન્દ્ર બીદું નવસારીથી ૪૨ કીમી સાઉથ ઈસ્ટ તરફ નોંધાયું હતુ જયારે બીજો ભૂકંપ ૨ની તીવ્રતાનો હતો. જેનું કેન્દ્ર બીંદુ ઉકાઈથી ૪૪ કીમી સાઉથ વેસ્ટ તરફ નોંધાયું હતુ. આ ભૂકંપ ગત મોડીરાતે ૧.૦૩ કલાકે આવ્યો હતો.
જયારે ત્રીજો ભૂકંપ ૨.૨ની તીવ્રતાનો હતો જે મોડીરાત્રે ૧.૪૮ કલાકે આવ્યો હતો. જેનું કેન્દ્ર બીંદુ ઉકાઈથી ૪૩ કીમી સાઉથ વેસ્ટ બાજુ નોંધાયું હતુ ઉલ્લેખનીય છે કે આ ત્રણેય ભૂકંપથી લોકોમાં ભય પ્રસરી ગયો છે. જોકે ભૂકંપથી કોઈ મોટી જાનહાની થયાના અહેવાલો હજુ સુધી મળ્યા નથી.