ઓપનર ડિન અલ્ગરની સદી, કેપ્ટન ડુ પ્લેસીસ અને ડિકોકની અડધી સદી
ભારત અને આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમ ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રારંભિક ધબડકા બાદ આફ્રિકન બેસ્ટમેનોએ ધૈયપૂર્વક બેટીંગ કરતા આફ્રિકા સન્માનજનક સ્કોરે પહોચ્યું છે ભારતે પ્રથમ દાવમાં ૭ વિકેટ ૫૦૨ રનનો વિશાળ સ્કોર ખડકયા બાદ દાવ ડીકલેર કર્યો હતો. આફ્રિકાના ટોપ ઓર્ડરના મોટાભાગના બેસ્ટ મેનો નિષ્ફળ નિવડતા હતા ગઇકાલે મેચ પુરો થતાં સુધીમાં પ્રથમ દાવમાં ૩ વિકેટે ૩૯ રન નોંધાયા હતા. જેથી આફ્રિકા પર ફોલોઓનનો ખતરો તોળાઇ રહ્યો હતો. પરંતુ ઓપનર ડીન એલ્ગરની સદી કેપ્ટન ડુ પ્લેસીસની કેપ્ટન ઇનીગ્સ અને વિકેટકીપર ડી કોકની ધીરજપૂર્વક રમતથી આફ્રિકા સન્માનજનક સ્કોરે પહોંચી જવા પામ્યું છે.
સાઉથ આફ્રિકાએ ૫ વિકેટના ભોગે ૨૯૫ રન બનાવીને ફોલોઅનને લગભગ ટાળી લીધું છે.
મેચના ત્રીજા દિવસે પણ વધુ એક ઝડપથી પડી જતા આફ્રિકન બેસ્ટમેનો ફરીથી પાણીમાં બેસી જશે તેવું લાગતું હતું. પરંતુ ઓપનર એલ્ગર અને કેપ્ટન ડુ પ્લેસીસએ બાજી સંભાળી લીધી હતી. ડુપ્લેસીસ પપ રનની કેપ્ટન ઇનીગ્સ રમીને અશ્ર્વિનની બોલીંગમાં પુજારાના હાથે કેચ આઉટ થયો હતાો જે બાદ વિકેટકીપર ડી કોકએ બાજી સંભાળી હતી.
આ લખાય છે ત્યાં સુધીમાં દક્ષિણ આફ્રિકાએ ૭૮ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૫૦ રન કર્યા છે. ડિન એલ્ગર ૧૧૨ રને અને કવિન્ટન ડી કોક ૩૯ રને રમી રહ્યા છે. એલ્ગરે પોતાના ટેસ્ટ કરિયરની ૧૨મી સદી ફટકારી છે. તેણે અશ્વિનની બોલિંગમાં કાઉ કોર્નર પર સિક્સ ફટકારીને ૧૦૦ રન પૂરા કર્યા હતા. છેલ્લે હાશિમ અમલાએ ૨૦૧૦માં ભારતમાં સદી ફટકારી હતી. ૯ વર્ષ પછી દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ ભારતમાં ટ્રિપલ ફિગર રજીસ્ટર કર્યો છે.
ડુ પ્લેસીસ અને એલ્ગરે પાંચમી વિકેટ માટે ૧૧૫ રનની ભાગીદારી કરી હતી. ડુ પ્લેસીસે ભારતમાં પ્રથમ વાર ટેસ્ટ ફિફટી ફટકારતાં ૫૫ રન કર્યા હતા. તે અશ્વિનની બોલિંગમાં લેગ ગલીમાં પુજારાના હાથે કેચ આઉટ થયો હતો. એલ્ગરે કરિયરની ૧૪મી ફિફટી ફટકારી છે. દિવસની શરૂઆતમાં બાવુમા ૧૮ રને ઇશાંત શર્માની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો.
ભારત દક્ષિણ આફ્રિકા સામે વિશખાપટ્ટનમ ખાતેની પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસના અંતે મજબૂત સ્થિતિમાં આવી ગયું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે ૫૦૨ રને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ઓપનર મયંક અગ્રવાલે મેડન સદીને ડબલમાં ક્ધવર્ટ કરતાં ૨૧૫ રનની મેરેથોન ઇનિંગ્સ રમી હતી. તેનો સાથ આપતા પ્રથમ વખત ઓપનિંગ કરી રહેલા રોહિત શર્માએ ૧૭૬ રન કર્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ૩૯ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી છે. ભારત માટે રવિચંદ્રન અશ્વિને ૨ અને રવિન્દ્ર જાડેજાએ ૧ વિકેટ લીધી હતી.
ભારતીય ઓપનર્સે પ્રથમ વિકેટ માટે ૩૧૭ રનની પાર્ટનરશીપ કરી હતી. તેઓ આમ કરનાર ત્રીજી જોડી બની હતી. તે સિવાય રવિન્દ્ર જાડેજાએ નીચલા ક્રમે અણનમ ૩૦ રનનું યોગદાન આપ્યું હતું. મહેમાન ટીમ માટે કેશવ મહારાજે સર્વાધિક ૩ વિકેટ લીધી હતી. જ્યારે ફિલેન્ડર, મુથુસામી, પિડ્ટ અને એલ્ગરે ૧-૧ વિકેટ લીધી હતી.
રોહિત શર્મા કેશવ મહારાજની બોલિંગમાં કવિન્ટન ડી કોક દ્વારા સ્ટમ્પ થયો હતો. રોહિતે ૨૪૪ બોલમાં ૨૩ ચોક્કા અને ૬ છગ્ગાની મદદથી ૧૭૬ રન કર્યા હતા.
આ તેના ટેસ્ટ કરિયરની ચોથી સદી હતી. દસમી વખત ભારતના બંને ઓપનર્સે એક જ ઇનિંગ્સમાં સદી ફટકારી હોય તેવી ઘટના બની હતી. છેલ્લે મુરલી વિજય અને શિખર ધવને ૨૦૧૮માં અફઘાનિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી. તેમજ પહેલી વખત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સિવાય અન્ય કોઈ ટીમના બંને ઓપનર્સે દ. આફ્રિકા વિરુદ્ધ એક ઇનિંગ્સમાં સદી ફટકારી છે.