ભારતના બોલરોએ આફ્રિકાના બેટ્સમેનોને ધૂળ ચાટતા કર્યા:કુલદીપ યાદવે ઝડપી 4 મહત્વપૂર્ણ વિકેટ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી વનડે મેચ દિલ્લી ખાતે રમાયો હતો. જેમાં ભારતે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતના બોલરોએ આફ્રિકાને ધૂળ ચાટતું પણ કરી દીધું હતું અને 99 રનના નિધિ સ્કોર ઉપર જ ઓલ આઉટ કરી દીધા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે સર્વાધિક ચાર વિકેટ ઝડપી હતી.
ભારતીય ક્રિકેટ ટીમે શ્રેણીના છેલ્લા મેચમાં ભારતે આક્રમક રમત રમી દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી શ્રેણી અંકે કરી હતી.ત્રીજી મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા કુલદીપ યાદવની ઘાતક બોલિંગના પગલે વિપક્ષી ટીમને માત્ર 99 રનમાં જ ઓલઆઉટ કરી હતી. ભારતે માત્ર 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 100 રનનો ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો હતો અને ત્રણ મેચની વન-ડે શ્રેણી 2-1થી કબજે કરી હતી.
ભારતે ત્રણ મેચની શ્રેણીમાં પ્રથમ વનડે હાર્યા બાદ શાનદાર પુનરાગમન કર્યું અને પછી ટ્રોફી પર કબજો કર્યો હતો. ભારત ટી 20 વિશ્વકપને ધ્યાને પોતાની ટીમની રણનીતિ તૈયાર કરી રહ્યું છે અને ક્યાં ખેલાડીઓને તક આપવી તે અંગે પણ તખતો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આફ્રિકાના બેટ્સમેનો પણ ભારતીય બોલરો સામે ટકી શક્યા ન હતા અને ફટાફટ તેઓએ તેમની વિકેટ ગુમાવી પવેલીયન પરત ફર્યા હતા.
બીસીસીઆઈના અધ્યક્ષ માટે રોજર બિન્નીનું નામાંકન ભર્યું
વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય ઓલરાઉન્ડર રોજર બિન્ની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના આગામી પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલીના સ્થાને આવે તેવી શક્યતા છે. દરમિયાન, જય શાહ બીસીસીઆઈ સેક્રેટરી તરીકે તેમના પદ પર ચાલુ રહેશે. વર્તમાન બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ, રાજીવ શુક્લા અને એન શ્રીનિવાસને દિલ્હીમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયાની બેઠકમાં હાજરી આપી હતી, જેમાં નવા બીસીસીઆઈ પ્રમુખ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગાંગુલી ઑક્ટોબર, 2019માં બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા હતા તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ના અધ્યક્ષ તરીકે પોતાની દાવેદારી રજૂ કરી શકે છે. બીસીસીઆઈની ચૂંટણી 18મી ઑક્ટોબરના રોજ મુંબઇમાં થશે. 1983 વિશ્વ કપ કેજે ભારતે જીત્યો હતો તેમાં સૌથી મહત્વપૂર્ણ હોય તો તે રોજર બીની નો રહ્યો હતો ત્યારે તેઓ હવે બીસીસીઆઇના પ્રેસિડેન્ટ બને તેવી શક્યતાઓ પણ સેવવામાં આવી રહી છે.