વિશ્વકપમાં ‘ચોકર્સ’ આફ્રિકાનો સતત પાંચમો પરાજય: પાકે. ૪૯ રને આપી મ્હાત
વર્લ્ડકપની ૩૦મી મેચમાં લંડનના લોર્ડ્સ ખાતે પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને ૪૯ રને હરાવ્યું હતું. આ જીત સાથે પાકિસ્તાન વર્લ્ડકપમાં જીવંત રહ્યું છે. પાકિસ્તાને વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાને સતત બીજી વાર હરાવ્યું છે. આ પહેલા તેણે ૧૯૯૯માં દ.આફ્રિકાને માત આપી હતી. તેના ૬ મેચમાં ૫ પોઇન્ટ છે. જો તે આગામી ત્રણેય મેચ જીતે તો ૧૧ પોઇન્ટ સાથે ’જો અને તો’ની સ્થિતિમાં સેમિફાઇનલમાં સ્થાન મેળવી શકે છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની આ ટૂર્નામેન્ટમાં ૫ હાર હતી. પાક. માટે ૫૯ બોલમાં ૮૯ રન ફટકારનાર હેરિસ સોહેલ મેન ઓફ ધ મેચ બન્યો હતો.
૩૦૯ રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા ૫૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવી ૨૫૯ રન જ કર્યા હતા. તેમના માટે કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે ૬૩ રન, કવિન્ટન ડી કોકે ૪૭ રન અને એંડિલે ફેલુકવાયોએ ૪૬ રન કર્યા હતા. જોકે પાકિસ્તાનના ફાસ્ટર્સ સામે રનરેટ જાળવી ન રાખી શકતા તેઓ રનગતિ વધારવાના પ્રયાસમાં એક પછી એક પેવેલિયન ભેગા થયા હતા. પાક. માટે વહાબ રિયાઝ અને શાદાબ ખાને ૩-૩ વિકેટ લીધી હતી. જયારે મોહમ્મદ આમિરે ૨ વિકેટ અને શાહિન આફ્રિદીએ ૧ વિકેટ લીધી હતી. ૩૦૯ રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ ૪૦ ઓવરના અંતે ૫ વિકેટ ગુમાવી ૧૮૯ રન કર્યા છે. ડેવિડ મિલર ૩૦ રને અને એંડિલે ફેલુકવાયો ૦ રને રમી રહ્યા છે. વાન ડર ડુસેન ૩૬ રને શાદાબ ખાનની બોલિંગમાં હાફિઝના હાથે કેચ આઉટ થયો હતો. ફાફ ડુ પ્લેસીસ મોહમ્મદ આમિરની બોલિંગમાં કીપર સરફરાઝના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૭૯ બોલમાં ૬૩ રન કર્યા હતા. તે પહેલાં એડન માર્કરમ ૭ રને શાદાબ ખાનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. મોહમ્મદ આમિરે વહાબ રિયાઝની બોલિંગમાં થર્ડમેન પર ડેવિડ મિલરનો કેચ છોડ્યો હતો. મિલર ત્યારે ૨૦ રને રમી રહ્યો હતો.
૩૦૯ રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ ૨૦ ઓવરના અંતે ૨ વિકેટ ગુમાવી ૯૨ રન કર્યા છે. ફાફ ડુ પ્લેસોસ ૪૧ રને અને એડન માર્કરમ ૧ રને રમી રહ્યા છે. કવિન્ટન ડી કોક શાદાબ ખાનની બોલિંગમાં ડીપ સ્કવેર લેગમાં ઇમાદ વસીમના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૬૦ બોલમાં ૪૭ રન કર્યા હતા. તે પહેલાં હાશિમ અમલા ૨ રને મોહમ્મદ આમિરની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો, પરંતુ પાકિસ્તાને રિવ્યુ લઈને અમલાને પેવેલિયન ભેગો કર્યો હતો.
વર્લ્ડકપની ૩૦મી મેચમાં લંડનના લોર્ડ્સ ખાતે પાકિસ્તાને ૫૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી ૩૦૮ રન કર્યા છે. તેમના માટે શોએબ મલિકની જગ્યાએ રમતાં હેરિસ સોહેલ ૫૯ બોલમાં ૯ ચોક્કા અને ૩ છગ્ગાની મદદથી ૮૯ રન કર્યા હતા. પાક. માટે ઓપનર્સે શાનદાર શઆત અપાવતા પ્રથમ વિકેટ માટે ૮૧ રન કર્યા હતા. બંને ઓપનર્સ ઇમામ ઉલ હક અને ફકર ઝમાન ૪૪ રનના વ્યક્તિગત સ્કોરે પેવેલિયન ભેગા થયા તે પછી બાબર આઝમ અને હેરિસ સોહેલે બાજી સંભાળતા ચોથી વિકેટ માટે ૮૧ રન કર્યા હતા. આઝમ ૬૯ રને આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકા માટે લૂંગી ગિડીએ ૩ વિકેટ, ઇમરાન તાહિરે ૨ વિકેટ, જયારે એડન માર્કરમ અને ક્રિસ મોરિસે ૧-૧ વિકેટ લીધી હતી.
પાકિસ્તાને ૩૦ ઓવરના અંતે ૩ વિકેટ ગુમાવી ૧૪૩ રન કર્યા છે. બાબર આઝમ ૩૧ રને અને હેરિસ સોહેલ ૦ રને રમી રહ્યા છે. મોહમ્મદ હાફિઝ એડન માર્કરમની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે ૩૩ બોલમાં ૨૦ રન કર્યા હતા. ઇમરાન તાહિરે ઇમામ ઉલ હકનો પોતાની જ બોલિંગમાં શાનદાર રિટર્ન કેચ પકડીને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. ઇમામે ૫૭ બોલમાં ૪૪ રન કર્યા હતા. તે પહેલાં ફકર ઝમાન ઇમરાન તાહિરની બોલિંગમાં સ્કૂપ કરવા જતા ફર્સ્ટ સ્લીપમાં હાશિમ અમલાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૫૦ બોલમાં ૬ ચોક્કા અને ૧ છગ્ગાની મદદથી ૪૪ રન કર્યા હતા.
વર્લ્ડકપની ૩૦મી મેચમાં લંડનના લોર્ડ્સ ખાતે પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદે ટોસ જીતીને બેટિંગ લીધી છે. પાકિસ્તાનની ટીમમાં શાહિન આફ્રિદી અને હેરિસ સોહેલની વાપસી થઇ છે. જયારે દક્ષિણ આફ્રિકાની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.