તબરીશ શમસીની 4 વિકેટ પછી એડન માર્કરામના 91 રનની મદદથી દક્ષિણ આફ્રિકાએ આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 1 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. પાકિસ્તાન 46.4 ઓવરમાં 270 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 47.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનનો સતત ચોથા પરાજય થયો છે અને તેની સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા લગભગ ખતમ થઇ ગઇ છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા 10 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં નંબર વનના સ્થાને પહોંચી ગયું છે.

વિશ્વકપના પોઇન્ટ ટેબલ પર દક્ષિણ આફ્રિકા ટોચ ઉપર પહોંચ્યું

બાવુમા અને ડી કોકે પ્રથમ વિકેટ માટે 34 રનની ભાગીદારી નોંધાવી હતી. ડી કોક 24 અને બાવુમા 28 રને આઉટ થયો હતો. ડુસેન 21 અને ક્લાસેન 12 રને આઉટ થયા હતા. માર્કરામ (91) અને ડેવિડ મિલરે (29)બાજી સંભાળી હતી. આ પછી માર્કો જાન્સેને 20 અને અંતિમ વિકેટ માટે કેશવ મહારાજ અને શમસીએ 11 રનની ભાગીદારી નોંધાવી જીત અપાવી હતી. પાકિસ્તાન તરફથી સઉદ શકીલે 52 રન જ્યારે કેપ્ટન બાબર આઝમે 50 રન બનાવ્યા હતા. આ સિવાય શાદાબ ખાને 43 , મોહમ્મદ રિઝવાને 31 અને મોહમ્મદ નવાઝે 24 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના બન્ને ઓપનર ફ્લોપ રહ્યા હતા. અબ્દલ્લા શફીક 9 અને ઇમામ ઉલ હક 12 રને આઉટ થયોહતો.દક્ષિણ આફ્રિકા તરફથી તબરેઝ શમસીએ સૌથી વધારે ચાર વિકેટ ઝડપી હતી. માર્કો જાન્સેને 3 વિકેટ, કોત્જેએ 2 વિકેટ અને એન્ગિડીને 1 વિકેટ મળી હતી.

આ જીત સાથે તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા બંનેના 10-10 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ-રન રેટને કારણે આફ્રિકા ટોચ પર આવી ગયું છે. જોકે, દક્ષિણ આફ્રિકાએ ભારત કરતાં એક વધુ મેચ રમી છે. ભારત હવે બીજા સ્થાને અને ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને છે. વિશ્વ કપ ઇતિહાસમાં પ્રથમ વખત ઉસામાં મીર કનકશન તરીકે મેદાનમાં ઉતારી હતો જેમાં તેને આઠ ઓવર નાખી બે મહત્વપૂર્ણ વિકેટો પણ ઝડપી હતી. પાકિસ્તાનનો પ્લેયર સદાબખખાનને હેડ ઇંજરી થતા તેના બદલે મીર મેદાને ઉતાર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.