અબતક, પર્લ
આફ્રિકા સામે ભારત ટેસ્ટ સીરીઝ હાર્યા બાદ ત્રણ મેચની વન-ડે સિરીઝની શરૂઆત થઇ ચૂકી છે જેમાં પ્રથમ વન-ડેમાં પણ આફ્રિકાએ ભારતને માત આપી હતી જ્યારે બીજા વન-ડેમાં પણ ભારતને આપી આફ્રિકાએ સિરીઝ અંકે કરી છે. એટલું જ નહીં ભારતના ઘાતક બોલરો આફ્રિકાના ખેલાડીઓ સામે વામણાં સાબિત થયા હતા. એટલું જ નહીં ભારતને ત્રણેય મોરચે આફ્રિકાના ખેલાડીઓએ ચિત્ત કર્યા હતા.
ભારતના ઘાતક બોલરો આફ્રિકા સામે વામણા સાબિત થયા
ભારતીય બોલરોના કંગાળ દેખાવને પગલે ભારતનો સાઉથ આફ્રિકા સામેની બીજી વન ડેમાં સાત વિકેટથી કારમો પરાજય થયો હતો. આ સાથે ત્રણ વન ડે શ્રેણી ભારતે ૦-૨થી ગુમાવી દીધી હતી. જીતવા માટેના ૨૮૮ રનના લક્ષ્ય સામે સાઉથ આફ્રિકાએ 11 બોલ બાકી રહેતા અને ત્રણ વિકેટ ગુમાવી લક્ષ્ય પાર પાડયો હતો. સાઉથ આફ્રિકા તરફથી ઓપનર મલાન ૧૯અને ડી કૉકે ૭૮ રનમુ મહત્વનું યોગદાન આપ્યું હતુ. જ્યારે ભારત તરફથી રિસભ પંતે ૮૫ અને કેપ્ટન કેએલ.રાહુલે ૫૫ રન નોંધાવી અડધી સદી ફટકારી હતી. પરંતુ તેઓની આક્રમક રમત ભારતને વિજયથી વંચિત રાખ્યું હતું.
બાકી રહેતો ત્રીજો વનડે ઉપચાર ઇક બની રહ્યો છે અને એ મેચમાં જો ભારત જીતે તો સિરીઝ ડે એક થી જોવા મળશે અને ફરી જો આફ્રિકા ભારતને ત્રીજી વન-ડેમાં માત આપશે તો સિરીઝ થી ક્લીન સ્વીપ પણ કરી શકે છે. ત્યારે આ સ્થિતિને ધ્યાને લઇ ભારતની ટીમ ત્રીજો મેચ જીતવા માટે તનતોડ મહેનત કરશે.
આઇપીએલ 2022 : અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલની પસંદગી કરી.
આઇપીએલ 2022ની તાજી ફેબ્રુઆરી માસમાં યોજાઈ છે ત્યારે આ આઈપીએલમાં બે નવી ટીમો નો સમાવેશ થયો છે જેમાં અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યાને સુકાની પદ સોંપ્યું છે અને તેને 15 કરોડમાં ખરીદ્યો છે. એટલુંજ નહીં, રસીદ ખાનને 15 કરોડ અને શુભમન ગિલને 8 કરોડમાં ખરીદયો છે. બીજી તરફ લખનઉની ટીમમાં કે એલ રાહુલ ને ૧૭ કરોડ, મારકસ સ્ટોઈનીસને 9.2 કરોડ અને રવિ બીસનોઈને 4 કરોડમાં ખરીદયો છે. બંને નવી ટીમોને આઈસીસી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ ની ટીમના બેટિંગ કોચ અને મેન્ટર તરીકે ગેરી કર્સ્ટન, અને ટીમના હેડ કોચ તરીકે આશિષ નેહરાની પસંદગી કરવામાં આવી છે.