અમિત શાહનાં પુત્ર જય શાહ સચિવ તરીકે પદભાર સંભાળશે તેવી પણ ચર્ચા
ભારતીય ટીમનાં ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલી બીસીસીઆઈનાં નવા પ્રમુખ બને તેવી પ્રબળ સંભાવના સેવાઈ રહી છે. પ્રમુખ તરીકેનાં નામની હરોળમાં સૌરવ ગાંગુલીનું નામ મોખરે છે. જેમાં અમિત શાહનાં પુત્ર જય શાહ બીસીસીઆઈનાં સચિવ તરીકે પદભાર સંભાળશે તેવી માહિતી પણ સામે આવી રહી છે. પ્રમુખપદની ચુંટણીનાં નામાંકન માટે આજે છેલ્લો દિવસ છે ત્યારે એ વાત પણ સામે આવી રહી છે કે, સૌરવ ગાંગુલીનાં નામની ઘોષણા થાય. આ પહેલા રવિવારે દિવસભર પ્રમુખપદ માટેની અટકળો ચાલતી હતી જેમાં બ્રિજેશ પટેલ નવા પ્રમુખ બનશે તેવી વાત સામે આવી હતી પરંતુ અંતે સૌરવ ગાંગુલીનું નામ પ્રમુખપદ માટે મોખરે ચાલી રહ્યું છે.
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના નવા અધ્યક્ષ બનશે. હવે ૨૩ ઓક્ટોબરે બીસીસીઆઈની વાર્ષિક જનરલ મીટિંગ થવાની છે, તેમાં ચૂંટણીની સંભાવના છે. રવિવારે મુંબઈની એક ફાઈવ-સ્ટાર હોટલમાં બીસીસીઆઈના તમામ સભ્યોની અનૌપચારિક બેઠક આ અંગે નિર્ણય લેવામાં આવશે. બેઠક બીસીસીઆઈના નવા અધ્યક્ષના નામ પર સહમતિને લઈને શરુઆતમાં થોડો ડ્રામા થયો હતો. આ નિર્ણયને લઈને બે બીસીસીઆઈના સભ્યોમાં ફાંટા પડી ગયા હતા, જેમાં એક જુથ અનુરાગ ઠાકુર અને બીજુ શ્રીનિવાસનનું હતું. બન્ને પક્ષો પોત-પોતાના ઉમેદવારને બીસીસીઆઈના નવા અધ્યક્ષ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, અંતમાં સૌરવ ગાંગુલીના નામ પર સહમતિ બની છે. જ્યારે બીજી તરફ અધ્યક્ષ પદની રેસમાં કર્ણાટકના બૃજેશ પટેલ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દીકરા જય શાહ બીસીસીઆઈનો નવા સચિવ બની શકે છે. હિમાચલ પ્રદેશના અરુણ ઠાકુર કોષાધ્યક્ષ બને તેવી સંભાવનાઓ છે.
બીસીસીઆઈના અપેક્સ કાઉન્સિલ ૯ સભ્યોની છે. જેમાં પ્રેસિડેન્ટ, વાઈસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, આઈપીએલ ગવર્નિંગના એક પ્રતિનિધિ અને કેન્દ્ર સરકારના એક પ્રતિનિધિ (સીએજી)નો સમાવેશ થાય છે. પૂર્વ ભારતીય ઓપનર અંશુમન ગાયકવાડ ૪૭૧ મતો સાથે ચૂંટણી જીત્યા બાદ ક્રિકેટર્સ એસોસિએશનના પુરુષ પ્રતિનિધિ બન્યા છે. તેમણે પૂર્વ ભારતીય ક્રિકેટર્સ કીર્તિ આઝાદને હરાવ્યા છે. કીર્તિ આઝાદને ૩૮૧ વોટ મળ્યા છે. જ્યારે ભારતની પૂર્વ મહિલા કેપ્ટન શાંતા રંગાસ્વામીને સર્વસમ્મતિથી ક્રિકેટર્સ એસોશિએશનની મહિલા પ્રતિનિધિ પસંદ કરા છે, જ્યારે દિલ્હીના પૂર્વ ક્રિકેટર સુરિન્દર ખન્ના કાઉન્સિલમાં આઈપીએલ જીસી પ્રતિનિધિ હશે.